આરબીઆઇની મોનોટરીંગ પોલીસીની જાહેરાત કરતાં આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, મે અને જુન દરમિયાન અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મળી રહ્યા છે. કમિટીના બધા જ સભ્યો નીતિગત દરોમાં ફેરફાર કરવાના પક્ષમાં ન હતા. સારા વરસાદના પગલે કૃષિ સેક્ટરમાં ગ્રોથની અપેક્ષા છે. નબળી ડોમેસ્ટિક માગના કારણે આયાતમાં ઘટાડો થયો છે. જો કે કોવિડ-19ના વધતા કેસના કારણે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓ હજુ પણ નબળી છે.
રેપો રેટ યથાવત રખાયો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા -RBIના ગવર્નર શશિકાંત દાસે મોનિટરી પોલિસી જાહેર કરી હતી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોનિટરી પોલિસી કમિટી એ રેપો રેટને 4% ઉપર યથાવત રાખવા-કોઇ બદલાવ નહી કરવાનો નિર્ણય કર્યો છે. દાસે કહ્યું કે, MPCએ સર્વસંમતિથી વ્યાજદરમાં ફેરફાર ન કરવા નિર્ણય કર્યો હતો. આ સિવાય રિવર્સ રેપો રેટ 3.35%, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસેલિટી રેટ 4.25% અને બેંક રેટ 4.25% ઉપર યથાવત રાખવામાં આવ્યા છે.