છેલ્લા કેટલાક દિવસોથી કેટલીકી ખગોળીય ઘટનાઓ ખગોળ પ્રેમીઓને માણવા મળી રહી છે. આવી જ એક ખગોલીય ઘટના શનિવારે રાત્રે માણવા મળશે.શનિવારે આઠમીએ રાતના સમયે 8 ગ્રહો એક સીધા લાઇનમાં જોવાનો લ્હાવો મળશે, પરંતુ રાજયમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ ખગોળપ્રેમીઓને નિરાશ કરે તેમ લાગી રહ્યુ છે.
સુર્યાસ્ત બાદ આખી રાત દરમિયાન ગુરુ, શનિ, ચંદ્ર, મંગળ, શુક્ર, નેપચ્યુન, યુરેનસ ગ્રહના દર્શન થશે.
રાત્રે પુર્વ દિશામાં દુર્લભ અને અદભૂત ખગોળીય ઘટનાનો નજારો જોવા મળશે. ચંદ્ર, મંગળ, બુધ સહિત સૂર્ય મંડળના 8 ગ્રહ સુર્યાસ્ત બાદ સાંજે 7.30 વાગ્યા બાદ એક સાથે જોવા મળશે.8 ગ્રહો 360 ડીગ્રીમાં ચકકર લગાવતા આ ગ્રહ પૃથ્વીની સામે રહેશે. આ સ્થિતિમાં આજે 8મી ઓગષ્ટે સૂર્યાસ્ત બાદ લગભગ 7.30 વાગ્યાથી ગુરુ ગ્રહ દેખાશે. ત્યારબાદ વલયવાળો ગ્રહ શનિ દેખાશે. રાત્રે 9 વાગ્યે નેપચ્યુનનો ઉદય થશે. લાલ ગ્રહ મંગળ 11 વાગ્યે જોવા મળશે.