ભારત સરકારના સર્વેક્ષણમાં1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઈન્દોર દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેનું બિરુદ મળ્યુ છે જ્યારે સુરત અને નવી મુંબઈ આ શ્રેણીમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે ઈન્દોર, અંબિકાપુર, નવી મુંબઇ, સુરત, રાજકોટ અને મૈસુર શહેરોને 5-સ્ટાર તરીકે રેટિંગ આપવામાં આવ્યું જ્યારે, 86 શહેરોને 3-સ્ટાર અને 64 શહેરોને 1-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના રાજ્યમંત્રી હરદીપ એસ પુરીએ જણાવ્યું હતું કે, “
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા હાથ ધરવામાં આવતા વાર્ષિક સ્વચ્છતા શહેરી સર્વેક્ષણના પાંચમા સંસ્કરણ – સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પુરસ્કારોMoHUAના ઉપક્રમે સ્વચ્છ મહોત્સવ નામથી યોજવામાં આવેલા વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન એનાયત કર્યા હતા. આ વર્ષના સર્વેક્ષણમાં ઈન્દોર ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનું બિરુદ જીતી શક્યું છે જ્યારે સુરત અને નવી મુંબઈ આ શ્રેણીમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે (1 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં). 100થી વધુ ULBની શ્રેણીમાં ભારતના સૌથી સ્વચ્છ રાજ્યનો દરજ્જો ચંદીગઢને પ્રાપ્ત થયો છે જ્યારે છત્તીસગઢ 100થી ઓછા ULBની શ્રેણીમાં સૌથી સ્વચ્છ રાજ્ય તરીકેનું પ્રતિષ્ઠિત બિરુદ પ્રાપ્ત કરી શક્યું છે. મંત્રીશ્રીએ અન્ય 117 પુરસ્કારો પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કર્યા હતા. (પરિણામોની વિગતવાર માહિતી www.swachhsurvekshan2020.org પર પણ જોઇ શકાશે.