કોરોનાને પગલે વિશ્વભરમાં ટુરિઝમ સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું છે. પરંતુ ગુજરાતમાં ઇવેન્ટ બેઝ ટુરીઝમનુ સફળ ઉદાહરણ એવા રણોત્સવ યોજાશે તેવી સરકારની જાહેરાતને પગલે પ્રવાસન ઉદ્યોગમાં સ્થાનિક સ્તર કંઇક બિઝનેસ મળશે તેવી આશા જન્મી છે, હવે ઓનલોકમાં (unlock) ધીમે ધીમે છૂટછાટ મળી રહી છે.જેના કારણે રણોત્સવ નું બુકીંગ શરૂ થયું છે.
ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સેક્રેટરી મનીષ શર્માએ જણાવ્યું છે કે, 24 કલાકમાં 700 લોકોએ ટૂર પેકેજ બુકીંગ કરાવ્યા છે. પેકેજમાં 30 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. રણોત્સવના કારણે 1 લાખ લોકોને રોજગારી મળે છે. ત્યારે આશા છે કે, રણોત્સવ શરૂ થતાં ફરી પ્રવાસન ગતિ મળશે.જ્યમાંથી લોકો રણોત્સવના પેકેજ બુકીંગ કરવી રહ્યા છે. પરંતુ અન્ય રાજ્યના લોકો પણ રણોત્સવ માટે ઇન્કવારી કરી રહ્યા છે. સાથે સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અન્ય રાજ્યના લોકો પણ રણોત્સવ માટે બુકીંગ કરવી રહ્યા છે. જોકે કોરોના કહેરમાં વેકેશન અને તહેવારો જતા રહ્યા છે. લોકો ઘર બહાર નીકળી શક્યા નથી. ત્યારે દિવાળી વેકેશન, ક્રિસમસની રજામાં લોકો ફરવા જવા માટે અત્યારથી પ્લાનિંગ કરી રહ્યા છે.