રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રવિવારે 1078 વધુ કોરાના પોઝીટીવ કેસો નોંઘાયા છે. જેને પગલે રાજયમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 71,064 પહોંચી છે.
રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1311 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 30985 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 476.69 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,87,630 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1311 દર્દી નોંધાયા છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો સુરત શહેરમાં 178, અમદાવાદ શહેરમાં 138, વડોદરા શહેરમાં 98, રાજકોટ શહેરમાં 58, સુરત જિલ્લામાં 44, રાજકોટમાં 35, ગાંધીનગરમાં 20, અમદાવાદ જિલ્લામાં 15, વડોદરા જિલ્લામાં 12, ભાવનગરમાં 11, મેહસાણામાં 11 કેસ નોંધાયા છે.
રાજ્યમાં હાલ 14272 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 73 છે. જ્યારે 14199 લોકો સ્ટેબલ છે. 54138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2654 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 25 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 5, અમદાવાદ કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 5, સુરત 4, કચ્છ 2, વડોદરા કોર્પોરેશન 2, જુનાગઢ 1, મહેસાણા 1, વડોદરા 1 અને અન્ય રાજ્ય 1 થઇને કુલ 25 લોકોના મોત નિપજ્યાં છે.