રાજ્યમાં કોરોનાના પોઝાટીવ કેસોમાં છેલ્લા કેટલાય દિવસોથી રોજ હજારથી વધુ કેસો ઉમેરાઇ રહ્યા છે. તેવામાં ગણેશ ચતુર્થીના શનિવારે છેલ્લા 24 કલાકમાં વધુ 1212 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. . તો બીજી તરફ 980 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75,258 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજયસરકરાના જણાવ્યા અનુસાર, એક્ટિવ દર્દીઓની સંખ્યા રાજ્યમાં હાલ 14538 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 85 છે. જ્યારે 14453 દર્દીઓની તબિયત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 68,257 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજયમાં કુલ 2883 લોકોનાં મોત નિપજ્યા છે. શનિવારે જે 14 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરત 3, જુનાગઢ 2, કચ્છ 1, પાટણ 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દીને ગણીને કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,817 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,177 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 653 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ��D����