રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા સતત વધતી જાય છે. શુક્રવારે રાજયમાં કોરોના પોઝીટીવ 1272 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1050 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1166.15 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1272 કેસ નોંધાયેલા છે.
રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,91,661 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,91,147 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 541 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.
રાજયમાં હાલમાં 15072 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 14986 લોકો સ્ટેબલ છે. 74551 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2978 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલી 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દીનો સમાવેશ થાય છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 14 લોકોનાં મોત નિપજ્યાં છે. li����d