સરદાર પટેલ જયંતિ 31મીએ સરદાર પટેલેની વિરાટ પ્રતિમા ખાતે સીપ્લેનની પ્રથમ ફલાઇટનુ ઉદ્ધાટન પીએમ નરેન્દ્ર મોદી સરદાર સરોવર ડેમ ખાતે ઉતરાણ કરીને કરશે.
રાજયમાં હવે વિમાનથી સીધા સાબરમતીમાં ઉતરાણ કરી શકાશે. છેલ્લા દાયકાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ આ પ્રકારના પ્લેન ચર્ચા કરી હતી ઓક્ટોબર માસથી ગુજરાતમાં બે સી પ્લેન રૂટ શરૂ થશે. અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા અને પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધી એમ કુલ બે રૂટ શરૂ કરવામાં આવશે
રાજય સરકાર જણાવી રહી છે કે, ગુજરાતમાં અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા સી-પ્લેન માટે દિવસમાં કુલ ચાર ફલાઇટ શરૂ કરવામાં આવશે.
સ્પાઇસ જેટ દ્વારા આશરે ૧૯ સીટ ધરાવતું વિમાન રાખવામાં આવશે અને આ રૂટ ઉપર એક મુસાફર માટે ટીકીટનું ભાડુ રૂપિયા ૪૮૦૦ રાખવામાં આવશે. પ્રથમ ફલાઇટ નું ઉદ્દધાટન તા.૩૧ના રોજ થનાર છે. ગુજરાત સરકારે જણાવ્યું હતુ કે, .વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેનનું સ્વપ્ન સાકાર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા માટે સી-પ્લેન સેવા શરૂ કરવા તા.૨૨ જુલાઇના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર સાથે ત્રીપક્ષીય એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જે મુજબ ગુજરાત રાજ્યમાં સી-પ્લેન સેવા શરૂ કરવા માટે ગાંધીનગર ખાતે તા.૨૯મી શનિવારે ના રોજ ચીફ સેક્રેટરી અનિલ મુકિમના અધ્યક્ષ સ્થાને રીવ્યુ મીટીંગ યોજવામાં આવી હતી.

સરકારની યોજાયેલી મીટીંગમાં સચિવ તેમજ સંયુક્ત સચિવ નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકાર, એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ, સ્પાઇસ જેટ એરલાઇન અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ઉડ્ડયન મંત્રાલય ભારત સરકારના સચિવ, પ્રદિપ ખરોલા અને નિયામ, નાગરિક ઉડ્ડયન કેપ્ટન અજય ચૌહાણ સાબરમતી રીવરફ્રન્ટ સાઇટની મુલાકાત લીધી હતી.