ભારત સરકારે આત્મ નિર્ભર બનાવના અભ્યાનમાં પહેલ કરવા સંરક્ષણ મંત્રાલય હેઠળ 101 આઇટમ્સની યાદી જાહેર કરીછે. રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે સવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે મંત્રાલયે 101 આઈટમ્સની યાદી તૈયાર કરી લીધી છે. જેની આયાત પર રોક લાગશે. આ યાદીમાં સામાન્ય પાર્ટ્સ સિવાય કેટલીક હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમ પણ સામેલ છે. સિંહના જણાવ્યાં મુજબ આ પગલું રક્ષાક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ લેવાયો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મોટા પાયે ઉત્પાદનની તક મળશે.
સંરક્ષણ ક્ષેત્રમાં ડોમેસ્ટિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયે જે યાદી તૈયાર કરી છે તે સેના, પબ્લિક અને પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી સાથે ચર્ચા કરીને તૈયાર કરાઈ છે. રાજનાથ સિંહના જણાવ્યાં મુજબ આવા ઉત્પાદનો લગભગ 260 યોજનાઓ માટે ત્રણેય સેનાઓએ એપ્રિલ 2015થી ઓગસ્ટ 2020 વચ્ચે લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા હતાં. તેમનો અંદાજો છે કે આગામી 6થી 7 વર્ષમાં ઘરેલુ ઈન્ડસ્ટ્રીને લગભગ 4 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.