રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી 1100થી વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે ગુરૂવારે 1034 દર્દીઓ કોરોના પોઝીટીવ નોંધાયા હતા. ગુરૂવારે 27 દર્દીઓના મૃત્યુ થવાની સાથે રાજયમાં કોરોનાને કારણે મૃત્યુ થનારાની સંખ્યા 2584 પહોંચી ગઇ છે.
રાજય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર. ગુરૂવારે રાજ્યમાં કુલ 24569 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,03,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1034 દર્દી નોંધાયા છે. આજે 917 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 50, 322 થઇ છે.રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,905 છે. આજે કુલ 27 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 9, અમદાવાદ અને રાજકોટમાં 5-5, વડોદરામાં 3,કચ્છમાં 2, જામનગર, મહેસાણા અને વલસાડમાં 1-1 દર્દીના મોત થયા છે.