વિધાનસભા ગૃહમાં મંગળવારે પાક વિમાનો મુદ્દો ફરી ગાજ્યો હતો. ગૃહમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેની ટૂંકી મુદતનાં પ્રશ્ન દરમિયાન ચર્ચા થઈ હતી. હર્ષદ રીબડીયાએ ગૃહમાં કહ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામા 35 ઇંચ વરસાદ પ્રમાણે ખેતર શું, ગામ ડૂબી જાય છે. તેઓએ કૃષિ મંત્રીને સવાલ પૂછતા કહ્યું કે, છેલ્લાં ચાર વર્ષથી પાક વીમો મળ્યો નથી. સરકાર ક્રોપ કટિંગના આંકડાઓ કેમ છુપાવે છે. ત્યારે જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ ગૃહમાં જાહેરાત કરી હતી કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નિયમોમાં પણ ફેરફાર કરવા હશે તો એ કરી શકાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં કહ્યું કે, 55 ટકા પ્રીમિયમ પ્રાઈવેટ કંપનીઓ લઈ જાય અને ખેડૂત લોન લઈને કામ કરતો હોય તે માટે ખેડૂત સુરક્ષિત રહે, એટલા માટે જ મુખ્યમંત્રી ખેડુત સહાય યોજના જાહેર કરી છે. ખરીફ પાકમાં ખેડૂતોને લાભ મળે અને અતિવૃષ્ટિ થાય તે નક્કી હોતું નથી કરે છે. તેને ટેકો મળી રહે. ભૂતકાળની સરકાર તે આપી શકી નથી અને ભવિષ્યમાં પણ કોઈ સરકાર આપી નહિ શકે. ગુજરાતમાં દરેક ઝોનની વરસાદની પેટર્ન અલગ-અલગ હોવાથી પુરસ્કાર કોને ગણવો તે એક મોટી મુશ્કેલી હતી. અત્યાર સુધી 5 ઈંચને અનાવૃષ્ટિ કહેતા હતા. હવે 10 ઇંચ કરવામાં આવ્યું છે. આ રીતે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. પાક વીમા કંપનીઓ પ્રીમિયમ કરતાં ઓછું વળતર આપતી હતી.
અમરેલીમાં પૂર આવ્યા અને બનાસકાંઠાના પૂર વખતે પણ અમે ગયા હતા. એટલે નક્કી કર્યું કે, 48 કલાકમાં 25 ઇંચ અને 35 ઇંચનો ધોરણ નક્કી કર્યું છે. સરકારની નિયત સ્પષ્ટ છે. સરકાર ઓપન છે. સરકારના નિયમોમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો કરી શકાશે.