અમદાવાદ, ઓક્ટોબર ૨૦૨૦ :
કોરોના ના કપરા કાળમાં ૨૦૦૦૦૦થી વધુ ગર્ભવતી મહિલાઓ ને ગર્ભસંસ્કાર ગુરુ એપ ના માધ્યમથીગર્ભસંસ્કારનું અમુલ્ય જ્ઞાન પૂરું પાડનાર સંસ્થા- મેજેસ્ટીક ગર્ભસંસ્કાર દ્વારા આજે શરદપૂર્ણિમા ના દિવસે ગર્ભવતીમાતાઓના જીવન માં સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને તેમનો ગર્ભાવસ્થાનોસમય વધારે આનંદદાયક બની રહે તે હેતુથી ભવાઈ અને ગરબાના ફ્યુઝનની રજૂઆતગુજરાતી તથા હિન્દી બંને ભાષાઓ કરવામાં આવી છે, જેના શબ્દો છે..
“માતા પૂછે બાળકને કે, ગમશે માતા કેવીસમજુ માતા ગમશે કે પછી ચાલે જેવી-તેવી..”
શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે ગર્ભસંસ્કારના અનોખા અને અમુલ્ય જ્ઞાનની સમજ માતા બનવા જઈ રહેલી દરેક સ્ત્રીને હોવી ખુબ જરૂરી છે. ગર્ભસંસ્કારની લોક જાગૃતિ માટે ભવાઈ એક અનોખું માધ્યમ સાબિત થઇ શકે છે. ભવાઈ નો ઈતિહાસ ૭૦૦ વર્ષોથી પણ વધારે જુનો છે. ભવાઈ ગીતનું મૂળ લક્ષ્ય અલગ અલગ વિષયો પર લોકજાગૃતિલાવવાનું હતું. આજના આધુનીક યુગમાં અનેક પરિબળોનેકારણે ભવાઈની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે મજેસ્ટીક ગર્ભસંસ્કાર સંસ્થાએ એક અનોખો પ્રયોગ કર્યો છે. આ સંસ્થાએ ગર્ભસંસ્કારનો પ્રચાર છેવાડાના માનવી સુધી થઇ શકે તે આશયથી ગર્ભસંસ્કાર વિષય પરદુનિયાનું સર્વ પ્રથમ ભવાઈ અને લોક ગરબાનું ફ્યુજન ગીત બનાવ્યું છે. જે શરદપૂર્ણિમાના શુભ દિને ટીમ મજેસ્ટીક ગર્ભસંસ્કારે “માં” બનવા જઈ રહેલી સમગ્ર વિશ્વનીમહિલાઓ માટેમજેસ્ટીકગર્ભસંસ્કારગુરુ(majesticgarbhsanskarguru) યુટ્યુબ ચેનલ પર લોન્ચ કર્યું છે. આભવાઈ ગીતનુંલેખન શ્રી. ભાવેશભાઈ(બેશુમાર) અનેટીમ મજેસ્ટીક ગર્ભસંસ્કારે કર્યું છે. સ્વર અને સંગીતથી ગીત ને શુશોભિત કરવાનું કાર્ય શ્રી નીરવ વૈદ્ય અને અક્ષર સ્વર રેકોર્ડીંગ સ્ટુડીઓએ કર્યું છે.
મજેસ્ટીક ગર્ભસંસ્કાર સંસ્થાનું સુકાન ચારમિત્રો પ્રોફેસર જયશ્રી ઉપાધ્યાય, શ્રીમતી દયા અગ્રવાલ, શ્રી. પ્રશાંત અગ્રવાલ અને પ્રોફેસર હાર્દિક ઉપાધ્યાય કરી રહ્યા છે. આ મિત્રો ગર્ભસંસ્કારના જ્ઞાનનો ફેલાવોકરવા છેલ્લા ઘણા વરસોથી પ્રયત્નશીલ છે. કોરોના મહામારી અને લોકડાઉન જેવા કપરાસમયમાં પણ ટેકનોલોજી નો ઉપયોગ કરીને આ ચાર મિત્રોએ લાખો માતાઓને ગર્ભસંસ્કારનું પાલન કરવા માટે ફ્રી વર્કશોપ, વેબિનાર અને ગર્ભ સંસ્કાર ગુરુ એપ ના માધ્યમથીમાર્ગદર્શન પૂરું પડવાનું ખુબજ ઉમદા કાર્ય કર્યું છે, જે ખરેખર પ્રશંશનીય છે.
ગર્ભસંસ્કાર વિષય પર ફ્રી માર્ગદર્શન મેળવવા માટેનોહેલ્પલાઈન નંબર: ૯૭૨૭૦૦૬૦૦૧
અત્રે ઉલ્લેખનીય છે કે બાળકના મગજનો ૮૦% જેટલો વિકાસ માતાના ગર્ભમાં થઇ જાય છે, જે આધુનિક વિજ્ઞાને પણ સાબિત કર્યું છે.ગર્ભસંસ્કારની સાચી સમજ લઇ અને તેનો દરરોજ અમલ કરવાથી શ્રેષ્ઠ ગુણોવાળા સંતાનની પ્રાપ્તિ શક્ય થઇ શકે છે કે જે આપણા દેશને વિશ્વગુરુબનાવવાવા માટે સક્ષમ હોય. યોગની જેમ ગર્ભસંસ્કારનું જ્ઞાન પણ ભારતની જ દેન છે. આવિજ્ઞાનનો સમગ્ર વિશ્વમાં ફેલાવો કરવાના શુભ સંકલ્પથી મજેસ્ટીક ગર્ભસંસ્કારની ટીમ છેલ્લા ૧૩ વર્ષથી પ્રયત્નો કરી રહી છે. આ અનુસંધાનમાંટીમ મજેસ્ટીક માતૃત્વનીસફરને આનંદદાયક બનાવવા માટે અને ગર્ભસંસ્કાર નું ગમે ત્યાં, ગમે ત્યારે પાલનકરાવતી દુનિયાની સર્વપ્રથમ ગર્ભસંસ્કાર ગુરુ મોબાઈલ એપ્લીકેશન માર્ચ ૨૦૧૯ માં લોન્ચ કરી હતી, જેને સમગ્ર વિશ્વમાંથી ખુબ જ બહોળોપ્રતિભાવ મળી રહ્યો છે. ૨ લાખ થી વધુ માતાઓએ ગર્ભસંસ્કાર ગુરુ એપના માધ્યમથીગર્ભસંસ્કાર નું પાલન કર્યું છે, જે ગર્ભસંસ્કાર વિષય પર એક રેકોર્ડ છે.