PhonePe એ ભારતની સૌથી મોટી પેમેન્ટ ઍપમાંની એક છે, જેમાં ગ્રાહકો અને વેપારીઓ બંનેનો સમાવેશ કરે છે. પૈસા ટ્રાન્સફરથી લઈને રિચાર્જ, લાઈટ બિલ ભરવાથી લઈને બીજા રોજબરોજના બિલ ભરવા, ઈન્શ્યોરન્સ ખરીદવા અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે દર ચાર ભારતીયોમાંથી એક ભારતીય, PhonePe પર વિશ્વાસ કરે છે.
તમારે તમારી લોનના હપ્તા ભરવા છે? PhonePe પર તે એકદમ અનુકૂળ અને સરળ છે. તેના માટે તમારે શું કરવાનું છે તે અહીં આપ્યું છે:
સ્ટેપ 1: ‘PhonePe ઍપ ખોલો. હોમ પેજ પર ‘Recharge and Pay Bills’ પર જાઓ.
નાણાંકીય સેવા અને ટેક્સ હેઠળ ‘Loan Repayment’ વિકલ્પ પર ક્લિક કરો

સ્ટેપ 2: તમારા લોન બિલર પસંદ કરો.

સ્ટેપ 3: તમારો લોન એકાઉન્ટ નંબર એન્ટર કરો.

સ્ટેપ 4: તમારી પસંદગીના પેમેન્ટ મોડથી પેમેન્ટ પૂર્ણ કરો.
