ડેવિડ ઉંગર અને સાજન રાજ કુરુપ ભારતીય પ્રતિભાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવા માટે જોઈન્ટ વેન્ચર પાર્ટનરશીપમાં પ્રવેશ કરે છે
ભારતીય મનોરંજન ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, ઉદ્યોગના દિગ્ગજ ડેવિડ ઉંગરની આગેવાની હેઠળ આર્ટિસ્ટ ઈન્ટરનેશનલ ગ્રૂપ (AIG), અને જાણીતા ક્રિએટિવ એન્ટ્રેપ્રિનિયોર સાજન રાજ કુરુપની આગેવાની હેઠળ ક્રિએટિવલેન્ડ સ્ટુડિયોએ જોઈન્ટ વેન્ચરની રચનાની ઘોષણા કરી છે કે જે એઆઇજીને ભારતમાં લાવશે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ એઆઈજીની વૈશ્વિક નિપુણતાને ભારતની વધતી જતી સર્જનાત્મક પ્રતિભા સાથે મર્જ કરવાનો તથા સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વિનિમયના નવા યુગને પ્રોત્સાહન આપવાનો છે.
ક્રિએટિવલેન્ડ સ્ટુડિયોના સ્થાપક સાજન રાજ કુરુપે પાર્ટનરશીપને ઇન્ડિયન ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી માટે ગેમ-ચેંજિંગ મૂવ ગણાવ્યું અને જણાવ્યું હતું કે. “હું દ્રઢ વિશ્વાસ રાખું છું કે કન્ટેન્ટ અને ટેલેન્ટ જિઓગ્રાફી એગ્નોસ્ટિક છે. ડેવિડ સાથે ભાગીદારી અને એઆઈજી ઈન્ડિયાને લોન્ચ કરવાથી અમને અમારી સર્જનાત્મક ક્ષિતિજોને વિસ્તારવાની અને અમારી પ્રતિભાને વૈશ્વિક એક્સપોઝર પ્રદાન કરવાની તક આપશે કે જેના તે હકદાર છે. આ સંયુક્ત સાહસ સર્જનાત્મકતાની સીમાઓને આગળ વધારવા અને જીવંત સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ખાસ કરીને હવે પહેલા કરતા વધુ, ભારતીય પ્રતિભા આંતરરાષ્ટ્રીય મંચ પર તેની ક્ષમતા સાબિત કરી રહી છે.”
એઆઇજીના સીઈઓ ડેવિડ ઉંગરે જણાવ્યું હતું કે, “અમે રાજ અને ક્રિએટિવલેન્ડ સ્ટુડિયો સાથે આ પ્રવાસ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ ભારતમાં પુષ્કળ પ્રતિભા છે અને આ સંયુક્ત સાહસ દ્વારા અમે ભારતીય કલાકારો માટે વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવવા માટે નવા રસ્તાઓ ખોલવા માંગીએ છીએ. અમારા સંયુક્ત દળો નવી તકો ઊભી કરશે અને ભારતમાં અને વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક નવીનતાને પ્રોત્સાહન આપશે.”
નવી પ્રતિભા અને પ્રોડક્શન કંપની, એઆઇજી ઇન્ડિયા, ભારતમાં અને વૈશ્વિક સ્તરે, વિવિધ કલાત્મક શાખાઓમાં ભારતીય પ્રતિભાને ઓળખવા, સંવર્ધન અને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર છે. ક્રિએટિવલેન્ડ સ્ટુડિયોની ભારતીય બજાર અને સર્જનાત્મક લેન્ડસ્કેપની ઊંડી સમજ સાથે મળીને એઆઇજીના વ્યાપક નેટવર્ક અને હોલીવુડની જાણકારીનો લાભ લઈને, કોલેબોરેશનનો ઉદ્દેશ્ય એક મજબૂત પ્લેટફોર્મ બનાવવાનો છે જે ભારતીય કલાકારોને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સુધી પહોંચવામાં અને વૈશ્વિક ઓળખ હાંસલ કરવામાં મદદ કરે છે, જ્યારે ભારતીય ઉપખંડમાં આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ માટે સહયોગનું આયોજન પણ કરે છે.
એઆઇજી ઇન્ટરનેશનલ મિશેલ યેઓહ, અનિલ કપૂર, ફેન બિંગબિંગ, જોનાથન રિસ મેયર્સ, ગોંગ લી સહિતના કલાકારોના ઇમ્પ્રેસિવ રોસ્ટરનું ગૌરવ ધરાવે છે. આ ભાગીદારી સાથે, એઆઇજી ઈન્ડિયા એક મજબૂત ઇન્ડિયન ટેલેન્ટ રોસ્ટરની ઘોષણા કરવા માટે પણ તૈયાર છે.