ભારતના મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રમાં થયેલી નવરત પ્રગતિના ભાગરૂપે, મેરિલ દ્વારા ગૌરવભેર મિસો (MISSO) રજૂ કરવામાં આવ્યો છે, જે ઓર્થોપેડિક સર્જરીના પરિદૃશ્યમાં પરિવર્તન લાવવા માટે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલો ઘૂંટણના રિપ્લેસમેન્ટનો રોબોટ સેટ છે. આ આવિષ્કારે અત્યાધુનિક ટેકનોલોજી રોબોટિક સર્જરીમાં નોંધપાત્ર છલાંગ લગાવી છે, જે નોંધપાત્ર પરિણામોનું વચન આપે છે અને મેડિકલ ઇનોવેશનમાં દેશના કૌશલ્યને પ્રદર્શિત કરે છે.
અદ્યતન ટેકનોલોજી સાથે વિકસિત અને બહુપ્રતિભા માટે રચાયેલો ‘મિસો (MISSO)’ રોબોટ અભૂતપૂર્વ ચોકસાઇ અને સુસંગતતા પૂરી પાડે છે. તેની અદ્યતન ક્ષમતાઓના કારણે ઓછામાં ઓછી આંતરિક શસ્ત્રક્રિયા દ્વારા સારવાર કરી શકાય છે, જેના કારણે દર્દીના સાજા થવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને દર્દીને વધુ સારા પરિણામો મળે છે.
મેરિલ ખાતે ભારત અને ગ્લોબલ માર્કેટિંગ વડા શ્રી મનીષ દેશમુખે જણાવ્યું હતું કે, “મિસો (MISSO) રજૂ કરવાની મેરિલને ઘણી ખુશી છે, જે ભારતમાં રોબોટિક ઘૂંટણના રિપ્લેમેન્ટની સર્જરીને વ્યાપક બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. છેલ્લાં 20 થી 25 વર્ષમાં ઓસ્ટિઓઆર્થરાઇટિસનો ફેલાવો લગભગ 23 મિલિયનથી વધીને 62 મિલિયન થઇ ગયો છે, જેના કારણે તે કાર્ડિયોવેસ્ક્યુલર બીમારી પછી બીજા ક્રમની સૌથી મોટી બીમારીની સ્થિતિ છે. ઘૂંટણના રિપ્લેસમેન્ટની સર્જરીની જરૂરિયાત અને તેને અપનાવવાની વચ્ચેના અંતરાયને રોબોટિક સર્જરીના વ્યાપક ઉપયોગ દ્વારા વધુ અસરકારક રીતે દૂર કરી શકાય છે. હાલમાં, ભારતમાં રોબોટિક સર્જરી પ્રક્રિયાઓનો ખર્ચ પરવડવો એ એક પડકાર છે. હોસ્પિટલો પણ ઇમ્પોર્ટ કરવામાં આવતી રોબોટિક સિસ્ટમ્સમાં રોકાણ કરવામાં ખચકાટ અનુભવે છે કારણ કે તેના માટે સર્જનો અને ઓટી સ્ટાફને તાલીમ આપવી જરૂરી છે અને સેવા-સંબંધિત વિનંતીઓનો ટર્નઅરાઉન્ડ સમય લાંબો છે. મિસો (MISSO)ની મદદથી, અમારો ઉદ્દેશ્ય તાલીમ અને સપોર્ટની ઇકોસિસ્ટમ તૈયાર કરીને સ્વદેશી રીતે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જેથી આ પડકારોનો ઉકેલ લાવી શકાય, જેથી રોબોટિક સર્જરી માત્ર મહાનગરોમાં જ નહીં, પરંતુ ટીઅર 2 અને ટીઅર 3 શહેરોમાં પણ અત્યંત સુલભ થઈ જશે.”
મિસો (MISSO)ની ટેકનોલોજીકલ અજાયબી ઝીણવટપૂર્ણ સર્જિકલ પ્લાનિંગ સાથે રીઅલ-ટાઇમના ડેટાને એકીકૃત કરવાની તેની ક્ષમતામાં સમાયેલી છે. અદ્યતન ઇમેજિંગ અને 3D મોડલિંગનો ઉપયોગ કરીને આ રોબોટ સર્જનોને પ્રિઓપરેટિવ પ્લાનિંગ અને ઇન્ટ્રાઓપરેટિવ માર્ગદર્શનમાં મદદ કરે છે. આનાથી દરેક સર્જિકલ ક્રિયા અજોડ ચોકસાઇ સાથે કરી શકાય છે જેથી ઘૂંટણના ઇમ્પ્લાન્ટને સારી રીતે ગોઠવી શકાય છે અને તેને ઉત્તમ પોઝિશનમાં રાખી શકાય છે. મિસો (MISSO)ની ચોકસાઇના કારણે ઘૂંટણના ઇમ્પ્લાન્ટનું ટકાઉપણું વધે છે અને સર્જરી પછી દર્દીના એકંદર સંતોષ અને ગતિશીલતામાં પણ સુધારો થાય છે.
મિસો (MISSO) દ્વારા કરવામાં આવે છે તેવી રોબોટિક-આસિસ્ટેડ ઘૂંટણ રિપ્લેસમેન્ટની શરૂઆત ઓર્થોપેડિક સર્જરીનું ભાવિ રજૂ કરે છે. આ પરિવર્તન સર્જિકલ પરિણામો, દર્દીની સલામતી અને ઓપરેટિંગ રૂમમાં ઉન્નત કાર્યક્ષમતાની જરૂરિયાત દ્વારા આગળ વધે છે. ઘૂંટણની રોબોટિક સર્જરી પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ અસંખ્ય લાભો આપે કરે છે, જેમાં નાના કદનો ચીરો, ઓછું લોહી વહેવું, દર્દીઓને ઓછો દુખાવો વગેરે છે મતલબ કે અગવડતામાં નોંધપાત્ર ઘટાડા સાથે તેમના રોજિંદા જીવનમાં તેઓ ઝડપથી પાછા ફરી શકે છે.
શ્રી દેશમુખે ઉમેર્યું હતું કે, “આ લોન્ચિંગ ભારતમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અને રોબોટિક્સના વિભાગમાં અમારા નેતૃત્વને મજબૂત બનાવે છે. અમે આ અદ્યતન રોબોટિક સિસ્ટમને એક્સપોર્ટ કરવાની સંભાવનાઓ પણ સક્રિયપણે શોધી રહ્યા છીએ જેથી સમગ્ર દુનિયામાં રોબોટિક સર્જરીને સુલભ બનાવવાનું નેતૃત્વ સંભાળવામાં ભારતને મદદ મળી શકે.”
આ ઉપરાંત, મિસો (MISSO)ની શરૂઆત ભારતમાં દર્દીઓ માટે અદ્યતન આરોગ્ય સંભાળ વિકલ્પો લાવે છે, જે એક સમયે માત્ર પશ્ચિમી દેશોમાં જ સુલભ હતી તેવી વિશ્વકક્ષાની ટેકનોલોજી પૂરી પાડે છે. મિસો (MISSO) દ્વારા, સમગ્ર દેશમાં સર્જનો ઘૂંટણની બીમારીઓથી પીડાતા અસંખ્ય વ્યક્તિઓ માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરીને ઘૂંટણની સચોટ અને કાર્યક્ષમ સર્જરીઓ કરી છે.
મેરિલ સમગ્ર દેશમાં કૌશલ્યવાન સર્જનોની કાર્યક્ષમતા વધારો કરી રહી છે અને અદ્યતન મેડિકલ ટેકનોલોજીને વ્યાપક જનસમુદાય માટે વધુ સુલભ બનાવી રહી છે.