પરીક્ષિત અને પૂઅજની જોડી રૂપેરી પરદે જામે છે
આયુષ (પરીક્ષિત તમાલિયા)ના કાલે લગન છે જે વાતથી આયિશ પોતે અજાણ છે. તેના પિતા (અનુરાગ પ્રપન્ના) તેને છોકરી જોવા માટે દીવ ખાતે તેડાવે છે. આયુષ અમદાવાદથી દીવ બાય રોડ ટ્રાવેલ કરે છે. તે દરમિયાન ઇશિકા (પૂજા જોશી) તેને લિફ્ટ આપે છે. ઇશિકા એ ઘરેથી ભાગી ગયેલ યુવતી છે અને તે અલગ અલગ વાતો બનાવીને આયુષનો વિશ્વાસ જીતે છે. જયારે આયુષને તેણી જુઠ્ઠાણાંનો ખ્યાલ આવે છે ત્યારે તે ઇશિકાને વચમાર્ગમાં જ ઉતરી જવા માટે દબાણ કરે છે. તે સાથે જ ઇશિકા બંદૂકની અણીએ આયુષને દીવ તરફ જ કાર હંકારવા દબાણ કરે છે. આયુષને ખ્યાલ આવી જાય છેકે તે કિડનેપ થઇ ચૂક્યો છે, જયારે આયુષને તેણીના જુઠ્ઠાણાંનો ખ્યાલ આઇશિકાના ચૂંગલમાંથી છટકવાના નિષ્ફ્ળ પ્રયાસ કરે છે.
આખરે દીવ પહોંચતા સુધીમાં આયુષ અને ઇશિકા એકબીજાના પ્રેમમાં પડી જાય છે, પરંતુ આયુષના લગન તો ફિક્સ હોય છે. તેથી આયુષ અને ઇશિકાની સ્ટોરીમાં શું વળાંક આવે છે તેની રસપ્રદ જર્ની ફિલ્મમાં નિહાળવાની અનેરી મજા છે.
ફિલ્મના દરેક કલાકારો જેમ કે અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારોટ વગેરેએ અદ્ભૂત મહેનત કકરી છે. ફિલ્મના ગીતો પણ દર્શકો પસંદ કરી રહ્યાં છે. સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મ જરૂરથી તમને પસંદ આવશે. એચચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે.
અમે આ ફિલ્મને ⭐⭐⭐✨ (3.5 / 5) સ્ટાર્સ આપીએ છીએ.