આગામી 18-24 મહિનાઓમાં અર્લી-સ્ટેજ કંપનીઓમાં રોકાણ કરવાનો ઉદ્દેશ
કંપનો પર વ્યૂહાત્કમ ફોકસ. રૂ. 8000 કરોડથી વધુના TAM અને ટેક નવીનતાઓ
ભારત માટે નિર્માણ કરાયેલ પ્રિ-સિરીઝ A/સિરીઝ A કંપનીને ફંડ ટેકો આપે છે પહેલેથી જ સૌપ્રથમ રોકાણ લોજિટેક કંપી ટત્નાવત ટેકનોલોજીઝ પ્રાયવેટ લિમીટેડમાં કર્યુ છે
મુંબઇ, 12 ડિસેમ્બર, 2024: ભારતના રોકાણ સલાહ ક્ષેત્રેની સ્થાપિત કંપની ઇક્વેન્ટીસ વેલ્થ એડવાઇઝરી સર્વિસીઝએ પ્રારંભિક કેટેગરી I ઓલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF)– ઇક્વેન્ટીસ એન્જલ ફંડ લોન્ચ કર્યુ છે. રૂ. 500 કરોડ (60 મિલીયન ડોલર)ના લક્ષ્યાંક સાથે ઇક્વેન્ટીસ એન્જલ ફંડ પ્રારંભિક તબક્કાના (અર્લી-સ્ટેજ), ઊંચી વૃદ્ધિ ધરાવતા ભારતીય સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે સજ્જ છે.
પ્રિ સિરીઝ A અને સિરીઝ A રાઉન્ડઝને ટેકો પૂરો પાડવા માટે ફંડ રૂ. 4-10 કરોડ (500K-1.2 ડોલર મિલીયન)નું રોકાણ કરશે. જે સ્ટાર્ટઅપ્સ રૂ. 800 કરોડના (1 અબજ ડોલર) ભંડોળ સાથે સંચાલન કરે છે તેવા ટોટલ એડ્રેસેબલ માર્કેટ અને મજબૂત વૃદ્ધિ માર્ગ ધરાવનારા પર ફંડનું મહત્ત્વનું ફોકસ રહેશે.
હવે પછીના 18-24 મહિનાઓમાં ઇક્વેન્ટીસ એન્જલ ફંડ 40-50 સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાનું વિચારી રહી છે, જેમાં તે સંરક્ષણ, કન્ઝ્યુમર ટેક, ડીપ ટેક, લોગી ટેક, ફિન ટેક અને AI થીમ ધરાવતા અને પોતાના કારોબારને ઊંચાઇએ લઇ જવા માટે વૃદ્ધિ માટે મૂડીની ઇચ્છા રાખતા હોય તેમની પર ફોકસ કરશે.

ફંડ માટે પોતાના મંતવ્યો શેર કરતા ઇક્વેન્ટીસ વેલ્થ એડવાઇઝરી સર્વિસીઝ લિમીટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ ગોયલએ જણાવ્યુ હતુ કે, “સંપત્તિ સર્જનને ડેમોક્રેટીસાઇઝ કરવાના અમારા મિશનને આગળ વધારતા, અમે ઇક્વેન્ટીસ એન્જલ ફંડ ઉમેર્યું છે, જે એક વ્યાપક નાણાકીય ઇકોસિસ્ટમ ઓફર કરે છે જે રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો બન્ને માટે ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. આ ફંડ સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને મૂર્ત બનાવે છે અને તમામ હિસ્સેદારો માટે કાયમી મૂલ્યનું સર્જન કરતી વખતે ભારતના ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમમાં અર્થપૂર્ણ યોગદાન આપે છે.”
ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હાલમાં વિશ્વમાં સૌથી વધુ ગતિશીલ અને વિસ્તૃત છે. 2024 સુધીમાં, ત્યાં 128,000થી વધુ સ્ટાર્ટઅપ્સ અસ્તિત્વમાં હતા, જે તેને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું બનાવે છે. 2024માં, સ્ટાર્ટઅપ્સ પહેલાથી જ 10 અબજ ડોલરથી વધુ એકત્ર કર્યા હતા અને તેઓ વર્ષના અંત સુધીમાં 15 અબજ ડોલરને વટાવી જશે તેવુ અનુમાન છે. પ્રારંભિક તબક્કાના રોકાણો (સીડ ટુ સીરીઝ A) એ નવેમ્બર સુધી 1,546 રાઉન્ડમાં 3.28 અબજ ડોલરનું નોંધપાત્ર ભંડોળ મેળવ્યું છે. ફક્ત એન્જલ ફંડ્સ (Cat-I AIF, VCF)એ રોકાણકારોની પ્રતિબદ્ધતાઓમાં આશરે 1 અબજ ડોલર ઊભા કર્યા છે.
“ઇક્વેન્ટીસ એન્જલ ફંડની શરૂઆત સાથે, અમે રોકાણકારો માટે વૈકલ્પિક રોકાણના રસ્તાઓ ઓફર કરી રહ્યા છીએ જે તેમના હાલના પોર્ટફોલિયોને પૂરક બનાવે છે. અમારા રોકાણકારોની વિકસતી જરૂરિયાતો અને સંપત્તિ વ્યવસ્થાપન લેન્ડસ્કેપના પ્રતિભાવમાં, અમે વધુ મજબૂત ભવિષ્ય માટે અમારા વ્યવસાયનું વૈવિધ્યીકરણ કરીને, રોકાણ સલાહકારથી સંપૂર્ણ-સ્પેક્ટ્રમ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ સુધી વિસ્તરણ કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.” એમ ઇક્વેન્ટીસ વેલ્થ એડવાઇઝરી સર્વિસીઝ લિમીટેડના ચિફ ઓપરેશન અને કોમ્પ્લાયંસ ઓફિસર રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતુ.
ઈક્વેન્ટેસએ તેનું પ્રથમ રોકાણ OORJAA બ્રાન્ડ હેઠળ ઓપરેટ કરતા લોજીટેક સ્ટાર્ટઅપ, યતનાવત ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડમાં કર્યું છે.
ઇક્વેન્ટીસ પાસે રોકાણનું નેતૃત્વ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, પ્રાઇવેટ ઇક્વિટી, માર્કેટ રિસર્ચ અને ઇક્વિટી રિસર્ચ બેકગ્રાઉન્ડના સ્થાપિત અને અનુભવી વ્યાવસાયિકોની ટીમ છે. ફંડની ઇન્વેસ્ટમેન્ટ કમિટી, ઉદ્યોગના અનુભવીઓની બનેલી, વ્યૂહાત્મક સંરેખણ અને મૂલ્ય નિર્માણને સુનિશ્ચિત કરવા માટેના મુખ્ય નિર્ણયોની દેખરેખ રાખશે.
ફંડની અસરને વધારવા માટે, ઇક્વેન્ટીસ સમાન ફંડ્સ, બુટિક/મિડ-માર્કેટ આઇ-બેંક, સ્ટાર્ટઅપ એક્સિલરેટર્સ અને ઇન્ક્યુબેટર્સની ભાગીદારી પણ કરવા માંગે છે.