ડાયસન ઇન્ડિયાએ આજે સુરતમાં તેનો પ્રથમ ડાયસન ડેમો સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે. VR મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત, ડાયસન ડેમો સ્ટોર ડાયસનના ઉત્પાદનોના સમગ્ર પોર્ટફોલિયોનું ઘર છે, જ્યાં ગ્રાહકો “ટ્રાય-બિફોર-યુ-બાય (ખરીદતા પહેલાં અજમાવો)” રિટેલ અનુભવ પ્રદાન કરીને, એક સરળ વ્યવહારુ અનુભવ મેળવી શકે છે, આનાથી ખાતરી થાય છે કે તેમને તેમની જરૂરિયાતોને અનુરૂપ યોગ્ય મશીન અથવા એસેસરીઝ મળે.
“ડાયસન ખાતે, અમારું ધ્યાન એવી સમસ્યાઓના ઉકેલ પર છે જેને અન્ય લોકો અવગણે છે, પછી ભલે તે અમારી ટેકનોલોજી હોય કે લોકો અમારા ઉત્પાદનોનો અનુભવ જે રીતે કરે છે. ભારતભરમાં ડાયસન ડેમો સ્ટોર્સના લોન્ચ સાથે, અમે અમારા ઉત્પાદનોને ઇન્ટરેક્ટિવ રીતે ગ્રાહકોની નજીક લાવી રહ્યા છીએ, તેમને અમારી ટેકનોલોજી સમજવામાં અને તે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને કેવી રીતે હલ કરે છે તે સમજવામાં મદદ કરી રહ્યા છીએ.” , તેમ ડાયસન ઇન્ડિયાના MD, અંકિત જૈને જણાવ્યું હતું.
‘રીઅલ-લાઇફ’ સેટિંગમાં વિવિધ પ્રકારના ફ્લોર અને અવશેષ (અનાજથી લઈને કન્ફેટી અને વિવિધ પ્રકારની ધૂળ) પર ડાયસન વેક્યુમની અસરકારકતા દર્શાવતા લાઇવ પ્રદર્શનોથી લઈને રીઅલ-ટાઇમ ઇન્ડોર એર ક્વોલિટી ડેટા અને પ્રદૂષણની ઘટનાઓ દર્શાવવા સુધી, સ્ટોર સ્ટાઇલિંગ સ્ટેશનોથી પણ સજ્જ છે જ્યાં ગ્રાહકો નવીનતમ ડાયસન બ્યુટી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના વાળ સ્ટાઇલ કરી શકે છે. વધુમાં, સ્ટોરમાં એક સમર્પિત ઓડિયો ઝોન પણ છે, જ્યાં ગ્રાહકો ડાયસનના હાઇ-ફિડેલિટી હેડફોનનો અનુભવ કરી શકે છે. ડાયસન ટેકનોલોજીનો ઉપયોગ કરવાના આ કસ્ટમાઇઝ્ડ અનુભવો સંભવિત માલિકોને ડાયસન ટેકનોલોજી પાછળની બુદ્ધિમત્તા સમજવામાં મદદ કરે છે.
તેમણે ઉમેર્યું, “અમે સુરતમાં અમારો પ્રથમ સ્ટોર ખોલવા માટે ઉત્સાહિત છીએ, જે ભારતમાં ડાયસન માટે બીજો માઈલસ્ટોન છે. આ દેશનો અમારો 23મો અને ગુજરાતનો બીજો ડાયરેક્ટ સ્ટોર હશે. અમારા ડાયસન એક્સપર્ટ્સ અહીં વ્યક્તિગત માર્ગદર્શન આપવા માટે છે, ખાતરી કરે છે કે દરેક ગ્રાહક તેમની જરૂરિયાતો માટે યોગ્ય ઉકેલ શોધે છે. અમારું માનવું છે કે લોકો ઝડપી, સચોટ માહિતી ઇચ્છે છે – અને ડાયસનના એક્સપર્ટ્સ કરતાં વધુ સારી માહિતી કોણ આપી શકે, જેમણે આ ટેકનોલોજીની શોધ, વિકાસ અને ઉત્પાદન કર્યું છે.”
તાજેતરમાં લોન્ચ થયેલા ડાયસન એરસ્ટ્રેટ™ સ્ટ્રેટનર સહિત ડાયસનની નવીનતમ ટેક્નોલોજીને જાણવા અને અનુભવ કરવા માટે, ગ્રાહકો વ્યક્તિગત સલાહ માટે ડાયસન એક્સપર્ટનો સંપર્ક કરી શકે છે. સ્ટાઇલિંગ સ્ટેશનો પર, ડાયસન સ્ટાઈલિસ્ટ્સ ડાયસન બ્યુટી પ્રોડક્ટ્સના ઉપયોગ, વાળના તમામ પ્રકારો અને સ્ટાઇલિંગની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વ્યક્તિગત ટિપ્સ આપે છે, તેમજ ઉત્પાદનોના ઉપયોગનું લાઇવ પ્રદર્શન પણ આપે છે. ડાયસન એક્સપર્ટ્સ પાસેથી મફત ઇન-સ્ટોર સ્ટાઇલિંગ એપોઇન્ટમેન્ટ અને માસ્ટરક્લાસ www.dyson.in વેબસાઇટ દ્વારા અથવા +91 84604 73259 પર સીધા સ્ટોર પર કોલ કરીને બુક કરી શકાય છે.