રિયા મર્ચન્ટની ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી ને બિગ એવોર્ડ્સ 2025 માં બેંગલોર ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત

સપ્ટેમ્બર, 2025  : અમદાવાદની યુવા ઉદ્યોગસાહસિક રિયા મર્ચન્ટ, એઆઈસી  (ઓલ ઇન્ડિયા ક્રિએટર્સ) ઈન્ફ્લુએન્સર્સ (જે  ક્રિએટર્સની એક પ્રગતિશીલ કોમ્યુનિટી છે અને “AIC Influencers” પેજ દ્વારા મજબૂત ડિજિટલ હાજરી ધરાવે છે) અને રજીસ્ટર્ડ ફર્મ ડિજી ડ્રીમ કન્સલ્ટન્સીની સ્થાપક, એ બિગ એવોર્ડમાં પ્રતિષ્ઠિત “બેસ્ટ ઈનફ્લુએન્સર માર્કેટિંગ એજન્સી ઓફ ધ યર 2025” એવોર્ડ જીત્યો છે.

છેલ્લા છ વર્ષથી અમદાવાદમાંથી શરૂ થયેલી ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી એ ક્રિએટિવિટી, ઓથેન્ટિસિટી અને ઇમ્પેક્ટફુલ કેમ્પેઇન્સ દ્વારા મજબૂત ઓળખ બનાવી છે. એજન્સી આજે અનેક અગ્રણી બ્રાન્ડ્સ સાથે કામ કરી રહી છે અને વિવિધ બેકગ્રાઉન્ડમાંથી આવતા ક્રિએટર્સને સશક્ત બનાવી રહી છે.

આ સન્માન વિશે પોતાની ખુશી વ્યક્ત કરતાં રિયા મર્ચન્ટે કહ્યું: “આ એવોર્ડ અમારી ટીમની મહેનત, વિશ્વાસ અને ક્રિએટિવિટીનું પ્રતિબિંબ છે. ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી અને એઆઈસીમાં, અમારું વિઝન છે ‘ઈન્ફ્લ્યુન્સ વીથ ઈમ્પૅક્ટ’ અને આ માન્યતા અમને ઇન્ડસ્ટ્રીમાં વધુ ઊંચા બેન્ચમાર્ક્સ બનાવવાની પ્રેરણા આપે છે.”

આ સિદ્ધિ સાથે, ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી ભારતની અગ્રણી ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એજન્સીમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવે છે – જે માત્ર રિયા મર્ચન્ટ માટે જ નહીં પરંતુ સમગ્ર અમદાવાદ અને તેમની ગ્રોઇંગ ક્રિએટર્સ કોમ્યુનિટી માટે ગૌરવનો ક્ષણ છે.