વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે પર “ગ્રીન ઈનિશિએટિવ” : કૌશિક આઉટડોર્સ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં 7000+ છોડ વિતરણ કરાયું

Gujarat -દર વર્ષે 5 જૂને વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય સંરક્ષણ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને પર્યાવરણીય મુદ્દાઓ પર લોકોને પ્રોત્સાહિત કરવા માટેનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે.  આ ગ્રીન ઇનિશિએટિવના ભાગરૂપે ગુજરાતની અગ્રણી આઉટડોર મીડિયા કંપની કૌશિક આઉટડોર્સે અમદાવાદ, મહેસાણા, વડોદરા ,ભાવનગર સહીત ગુજરાતના અન્ય શહેરોમાં 7000 થી વધુ  “છોડ વિતરણ” નું આયોજન કર્યું હતું, જેનો તેમેને ખુબ સફળ પ્રતિસાદ સાંપડ્યો હતો. સંસ્થાના ચેરમેન શ્રી કૌશિક શાહ અને એમડી શ્રી સાકેત શાહ એ જણાવ્યું “આ પહેલનો ઉદ્દેશ્ય શહેરી લીલોતરીમાં વધારો કરવાનો અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો છે. આશા રાખીએ કે આપણે સૌ પર્યાવરણના મહત્વને સમજી શકીએ અને ભવિષ્યની પેઢી માટે હરિયાળા ગુજરાતનું નિર્માણ કરી શકીએ.કૌશિક ગ્રુપ હંમેશાં આવી સામાજિક પ્રવૃત્તિઓ કરી સમાજના વિકાસમાં યોગદાન આપતું રહ્યું છે.”