અમદાવાદ: શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું JugJug Events તથા EZYEVE Events દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે – ‘ગામઠી ગરબા 2025’. “Back to the Roots” થીમ સાથે આયોજિત આ પ્રી-લૉન્ચ ઇવેન્ટે ભક્તિ, શક્તિ અને સંસ્કારોથી સરાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરી.
આ નવરાત્રિ, 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમ્યાન અમદાવાદના વિશાળ મેદાન પર યોજાનાર આ ગરબા શ્રેણીમાં 1 લાખથી વધુ દર્શકો, 30થી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા અનેક જાણીતા બ્રાન્ડ્સના સહભાગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણ બનવાનું છે.
ઇવેન્ટની વિશેષતાઓમાં – હેરિટેજ થીમ આધારિત સેટ ડિઝાઇન, આધુનિક ઇન્ટેલિજન્ટ લાઇટિંગ અને SFX, આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ, લગ્ઝરી VIP ઝોન, આરામદાયક કૉફી લાઉન્જ તથા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથેનું ફૂડ પ્લાઝા શામેલ છે. સુરક્ષા માટે સોંથી વધુ સુરક્ષા કર્મચારીઓ તથા CCTV કેમેરાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેથી દરેક ગરબા રસિક નિર્ભયતાથી તહેવારનો આનંદ માણી શકે.
આ પ્રસંગે શ્રી અમિત અગ્રવાલ, ફાઉન્ડર – JugJug Events,એ જણાવ્યું કે, “આજના સમયમાં ગ્લેમર અને ડીજેના શોરશરાબામાં ગરબાનું પરંપરાગત સ્વરૂપ ક્યાંક અદૃશ્ય થઈ રહ્યું છે. ગામઠી ગરબા એ અસલ પરંપરાને ફરી ઉજાગર કરશે – જ્યાં ભક્તિ, લોકનૃત્ય અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળશે.”

તેમજ શ્રી જૈનમ રાજ, ઓર્ગેનાઇઝર – EZYEVE,એ ઉમેર્યું કે, “ગામઠી ગરબાનું મેનેજમેન્ટ અમારી ટીમ માટે ગૌરવની વાત છે. અમે દરેક નાની-મોટી વિગતો પર ધ્યાન આપી રહ્યા છીએ જેથી દરેક દર્શકને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને યાદગાર અનુભવ મળી રહે. આ ગરબા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સંસ્કૃતિના મહોત્સવ સમાન બનશે.”
ગામઠી ગરબાના મંચ પર દર્શકોને 11 પરંપરાગત લોકનૃત્યોનો લ્હાવો મળશે – જેમાં ગરબા, હુડો, સિદ્દી ધમાલ, પધર નૃત્ય, ગોપી રાસ, મેર રસ સહિતના લોકનૃત્યોનો સમાવેશ થાય છે. આ સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને જાણીતા કલાકારોની હાજરીએ પ્રી-લૉન્ચ ઇવેન્ટને જીવંત રંગોથી સજાવી દીધો.અગ્રવાલ સેવા સમિતિ, અમદાવાદ “સર્વજન સુખાય, સર્વજન હિતાય” સન્ 1982 થી સમાજની સેવામાં અગ્રેસર છે. પ્રતિદિન 2500 વ્યક્તિઓને ભોજનરથના માધ્યમથી ભોજન વિતરણ પણ પણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ તથા શ્રમજીવી પરિવારના વિદ્યાર્થીઓ માટે નારોલ- વટવા જેવાં ક્ષેત્રોમાં મહારાજા અગ્રેસન વિદ્યાલયનું નિર્માણ તથા સંચાલન કરે છે. ઉપરાંત સંસ્થા સિલાઈ પ્રશિક્ષણ કેન્દ્ર , આરોગ્ય કેન્દ્ર તથા બાલિકા શિક્ષણ કેન્દ્રનું પણ સંચાલન કરે છે.
વિશેષ ઉલ્લેખનીય છે કે, અગ્રવાલ સમાજ તથા સમગ્ર સમુદાયનો અમૂલ્ય સહયોગ ગામઠી ગરબા 2025ને ભવ્ય સફળતા તરફ દોરી રહ્યો છે. સમાજના સભ્યો આયોજક ટીમ સાથે મળીને પરંપરા, સંસ્કૃતિ અને તહેવારને એક અદભૂત અનુભવમાં પરિવર્તિત કરવા સતત કાર્યરત છે. તેમના યોગદાનથી આ ગરબા માત્ર એક ઇવેન્ટ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક ઉજવણી બની રહેશે.
Leave a Reply