અમદાવાદ, સપ્ટેમ્બર 2025: જાણીતા આર્ટ કલેક્ટેર અને બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલા તેમની નવી કલા પ્રદર્શન શ્રેણી “ગ્લોબલ ટ્રેઝર્સ” લઈને આવ્યા છે. આ પ્રદર્શન સંસ્કૃતિ અને વારસાની દુનિયાની સફર કરાવે છે. ભારતના સૌથી યુવા આર્ટ કલેક્ટેર્સમાંના એક દેવિનને કલા પ્રત્યે ભારે લગાવ છે અને તેઓ ઉત્તમ કૃતિઓને ઓળખવાની સારી નજર ધરાવે છે.

અમદાવાદની બિસ્પોક આર્ટ ગેલેરીમાં ચાલતું આ પ્રદર્શન કલા પ્રેમીઓને એક અનોખી દૃશ્ય સફર માટે આમંત્રણ આપે છે, જ્યાં યાદો, વારસો અને કલ્પના કેનવાસ પર જીવંત બને છે. 31 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બર 2025 સુધી આ ગેલેરી દરરોજ સવારે 11 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અહીં લગભગ 60 અનોખી કૃતિઓ રજૂ થશે, જેમાં મિક્સ્ડ મીડિયા, એક્રેલિક અને ટેક્સચર આધારિત પેઇન્ટિંગ્સ સામેલ છે.
દેવિનની કલા પ્રેરણાઓ વિશ્વભરના પ્રાચીન સંસ્કૃતિઓ અને પરંપરાઓમાંથી લેવાયેલી છે, દરેક ચિત્ર વારસાની એવી કહાની કહે છે જે સમય અને ભૂગોળને પાર કરે છે. તેમની કલા રંગો, આકારો અને તત્ત્વજ્ઞાનનું એક સંગીત છે, જે દર્શકોને સમય, સ્થળ અને આત્માની એકતાનો અનુભવ કરાવે છે.
આ પ્રદર્શનમાં અનેક પ્રતિષ્ઠિત કલાકારોની કૃતિઓ સામેલ છે. જેમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધારક તિમુર દી’વાત્ઝ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કે. જી. સુબ્રમણિયન અને મુઝફ્ફર અલી, તેમજ અનેક એવોર્ડ વિજેતા કલાકારો જેમ કે ક્રિશ્ચિયન સાલડર્ટ, વાલેરા માર્ટિનચિક, હર્ષિલ પટેલ, સરોજકુમાર સિંહ, એમ. નારાયણ, રિની ધુમલ, જીસસ કયુરિયા, ગિલી એન્ડ માર્ક, જેપી કાલા, એવલિન બ્રેડર-ફ્રેંક, કાર્લ અંટાઓ, હર્ષા દુરુગડ્ડા, કેશરી નંદન પ્રસાદ અને અંકોન મિત્રા સહિતના કલાકારોની કૃતિઓ રજૂ થશે. આ કલેકશનમાં ચિત્રો, શિલ્પો, ઇન્સ્ટોલેશન, પિચવાઈ, તંજોર અને પેરિશિયસ કૃતિઓનો સમાવેશ થાય છે, જે માનવીય સર્જનાત્મકતા અને કલા પ્રેરણા તથા જોડાણ કરવાની શક્તિનો પુરાવો આપે છે.
જે વિષે જણાવતા દેવિન વિગતવાર કહે છે, “કલા એ એક ભાષા છે જે ભૂતકાળ અને વર્તમાનને જોડે છે. મારી દરેક કૃતિ માનવ વારસાની એવી કહાની કહે છે જે દરેક દર્શકને અંગત રીતે સ્પર્શે છે.” “ગ્લોબલ ટ્રેઝર્સ” મારફતે દેવિન તેમની સ્વપ્નસૃષ્ટિ અને સાક્ષી રજૂ કરે છે, જે કલા વિશ્વને સમૃદ્ધ બનાવવા માટેની ક્ષમતાનો ઉત્સવ છે.
આ પ્રદર્શનમાં આર્ટ વર્કશોપ્સ અને ઇન્ટરેક્ટિવ સેશન પણ શામેલ રહેશે, જે યુવા કલાકારોને દેવિન સાથે સીધો સંવાદ સાધવાની અને તેમની કુશળતા પરથી શીખવાની અનોખી તક પૂરી પાડશે. એક પ્રતિબદ્ધ પર્યાવરણ સંરક્ષક અને પરોપકારી તરીકે, દેવિનની વૃત્તિ માત્ર કલામાં જ નહીં, પરંતુ આર્કિટેક્ચર, ડિઝાઇન અને લેન્ડસ્કેપિંગ સુધી વિસ્તરે છે, જે તેમના જ્ઞાન માટેના તરસ અને કલા પ્રત્યેની અર્પણભાવનાને પ્રતિબિંબિત કરે છે.
Leave a Reply