મેગાસ્ટાર રવિ કિશન અને મોહિની રૂહી સિંહ એમએક્સ પ્લેયર્સ પર રનઅવે લુગાઈમા પટના હિલેગા પર ઝૂમે છે

એમએક્સ ઓરિજિનલ સિરીઝ રનઅવે લુગાઈ મનોરંજનમાં આપણને જોઈતું બધું જ છે. સંજય મિશ્રા, નવીન કસ્તુરિયા, રૂહી સિંહ અને રવિ કિશનથી લઈને ડાયરેક્ટર અવિનાશ દાસ સહિત પાવર પેક્ડ પરફોર્મન્સ કલાકારો સાથે આ સિરીઝ મનોરંજન, ડ્રામા, કોમેડી અને ઘણા બધાનું સંમિશ્રણ છે!

આ વાર્તાનાં ઘણાં બધાં તત્ત્વોને જીવંત કરતાં મંચે હાલમાં જ તેનું પટના હિલેગા ગીત ડ્રોપ કર્યું હતું, જેમાં સુંદર રૂહી સિંહ મેગાસ્ટાર રવિ કિશન સાથે તેની કમરિયા હલાવે છે. ગીત કમ્પોઝ, લેખન અને ગાયન પ્રવેશ મલિકનું છે.

આ ગીત અને રવિ કિશન સાથે નૃત્ય કરવા વિશે બોલતાં રૂહી સિંહ કહે છે, હું હંમેશાં બારાત હોય કે ફન પાર્ટી હોય, તમને તુરંત નચાવતા કરી મૂકે તેવાં દેશી ગીત હંમેશાં ચાહતી હતી. પટના હિલેગા માટે રવિ કિશન જેવા આઈકોન સાથે શૂટિંગ કરવાની બહુ મજા આવી. તે ભરપૂર ઊર્જા ધરાવે છે અને તેની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનું ચમત્કારી છે. તે જે પણ કરે એ બેજોડ હોય છે અને તે ઘણાં બધાં વર્ષોના અનુભવ હોવા છતાં તે એકદમ ડાઉન ટુ અર્થ છે. જો મને ફરી ઓફર મળે તો તેની સાથે કામ કરવાનું ગમશે.

ગીત હમણાં જ જુઓ http://bit.ly/RunawayLugaai_PatnaHilega

રનઅવે લુગાઈની વાર્તામાં રજનીકાંત સિંહા (રજની- જે તેનું નામ સૂચવે તેનાથી બહુ દૂર છે) વિધાનસભ્ય નરેન્દ્ર સિંહા (સંજય મિશ્રા)નો એકમાત્ર દીકરો છે. તે સંપૂર્ણ જીવન પિતાના કહ્યામાં રહીને વિતાવે છે. જોકે તે સુંદર, બોલકણી અને જોશીની છોકરી બુલબુલ (રૂહી સિંહ)ને મળીને તેની સાથે લગ્ન કરે છે ત્યારે તેનું આખું જીવન બદલાઈ જાય છે. લગ્ન પછી ખુશ રહેવાને બદલે રજનીની લુગાઈ ગુમથઈ જતાં તેના જીવનમાં આંચકાજનક ઘટનાઓ બને છે. આમ, રજનીની તેની રનઅવે લુગાઈને શોધવા માટે મોજીલી અને હૃદયસ્પર્શી ખોજ શરૂ થાય છે. આ ડ્રામેડી હવે એમએક્સ પ્લેયર પર મફતમાં જોઈ શકાશે.

સિરીઝ હમણાં જ જુઓઃhttp://bit.ly/RunawayLugaai