વિખ્યાત કહેવત છે, ‘રાજા શાસન પર રાજ કરી શકે, પરંતુ ખરેખર તો શાસન તેની રાણીઓ ચલાવે છે.’
એક ગ્રામીણ ઘરની ચાર દીવાલોમાં તે ફરજપરસ્ત પત્ની હતી, જે બાળકોને ઉછેરતી હતી, ગાયોને દોહતી હતી, છાણા થાપતી હતી અને કિચન પોલિટિક્સ હાથ ધરી હતી. અહીંથી રાની ભારતી સતત ભ્રષ્ટાચારથી ખદબદતા રાજ્યમાં રાજકારણની હાલકડોલક દુનિયામાં પ્રવેશ કરે છે. રાની ભારતી તરીકે હુમા કુરેશી ‘રાજાઓ’ની આવી જ અશક્ય દુનિયામાં પ્રવેશ કરીને ‘રાણી’ તરીકે પોતાનું મૂલ્ય સિદ્ધ કરવા માટે સુસજ્જ છે. સુભાષ કપૂર દ્વારા નિર્મિત સુભાષ કપૂરની નવી ઓફર “મહારાની”બહુપ્રતિક્ષિત રાજકીય ડ્રામા 28મી મે, 2021થી લાઈવ જોઈ શકાશે.
સૌગાતા મુખરજી, હેડ- ઓરિજિનલ કન્ટેન્ટ, સોનીલિવ, “સોનીલિવ અમારા દર્શકો સાથે તુરંત જોડાણ સાધે અને ભૂગોળોને નજીક લાવે તેવી વાર્તાઓ કહેવાનો હંમેશાં પ્રયાસ કરે છે. ‘મહારાની’ સત્તાની ભૂખ અને એક મહિલાની અમર્યાદિત સંભાવનાઓની તાકાત વિશેની આવી જ એક વાર્તા છે. હુમા કુરેશી શોમાં રાણીની જેમ ચમકી ઊઠી છે. નિર્માણકાર સુભાષ કપૂર અને દિગ્દર્શક કરણ શર્માએ આ વાર્તાને વિશ્વસનીયતા આપી તે બદલ અમે આભારી છીએ.”
સુભાષ કપૂર, નિર્માણકર્તા, “ ‘મહારાની’, સાથે અમે રાજકારણની
દુનિયામાં પિતૃસત્તાનું પ્રતિનિધિત્વ કઈ રીતે છે તે વાર્તા કહેવાનો પ્રયાસ કર્યો છે. આ શો સોનીલિવ થકી દર્શકો સામે લાવવાની અમને ખુશી છે. આ મંચે વી છબિ ઊભી કરી છે જ્યાં અસલી હીરોની વાર્તાઓ ઝળકે છે. મને આશા છે કે ‘મહારાની’ તેને વધુ મજબૂત બનાવે છે અને રાની ભારતીની આ વાર્તા દર્શકો પર કાયમી પ્રભાવ છોડીને રહેશે. ”
હુમા કુરેશી, અભિનેત્રી, “કલાકાર તરીકે તમારી તીવ્રતા બતાવવા મળે તેવું પાત્ર હંમેશાં ભજવવા મળતું નથી. રાની પાત્રમાં વિવિધ શેડ્સ સાથે રાની ભારતી જેવું બહુમુખી પાત્ર ભજવવાનું હંમેશાં ગૌરવજનક લાગે છે. રાનીનો પ્રવાસ દુર્લભ છે અને હિંમતથી ભરચક છે, જે નિશ્ચિત જ દર્શકો સાથે ઉત્તમ સુમેળ સાધશે. હું ભારે રોમાંચિત છું અને શો સોનીલિવ પર લોન્ચ થાય તેની ઉત્સુકતા છે.”
રાની ભારતીનું સાધારણ જીવન નસીબનો વળાંક બદલી નાખે છે. તેને રાતોરાત રાજ્યની મુખ્ય મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવે છે. તે બિનઅનુભવી છે છતાં તરકીબકારી છે, તે વિનમ્ર છે છતાં માથાભારે છે, તે શરમાશ છે છતાં મજબૂત છે અને ખચકાટ અનુભવે છે છતાં ગ્રહણશીલ છે. તેને ખ્યાલ પણ નથી રહેતો અને તે ભ્રષ્ટ, અનૈતિક, ચાલાક અને સત્તાભૂખ્યા લોકો સાથે તોફાની સમુદ્રમાં તરતી પોતાને પામે છે. ‘મહારાની’ તેના હાર્દમાંથી જીવનની વાર્તા ઓછી છે અને દરેક જંગને અંગત અને વ્યાવસાયિકમાં ફેરવવાની તેમની બેસુમાર તાકાત છતાં મહિલાઓને પદ્ધતિ દબાવવા માગતા સમાજમાં વધુ ડોકિયું કરે છે.
શું તે જન્મજાત પિતૃસત્તા સામે લડી શકશે અને પરિવર્તન લાવવા માટે તેની પલટનની આગેવાની કરી શકશે?શું તે ઘરમાં ‘ઘૂંઘટ’ તાણીને રહેવાનું પસંદ કરશે કે પછી રાજકારણના પડદા ખોલી નાખશે? રાની ભારતી પોતે પોતાના ઘરની જ રાણી નથી એ દુનિયાને બતાવવા માટે કઈ રીતે ઊભરી આવે છે તે આ વાર્તા જરૂર જુઓ.
‘મહારાની’ નરેન કુમાર અને ડિંપલ ખરબંદાએ પ્રોડ્યુસ કરી છે, સુભાષ કપૂરે નિર્માણ કરી છે. સ્ક્રીનપ્લે નંદન સિંહનું છે અને દિગ્દર્શન કરન શર્માએ કર્યું છે. શોમાં હુમા કુરેશી સાથે સોહમ શાહ, અમિત સાયલ, વિનીત કુમાર, પ્રમોદ પાઠક, કનિકુસરુતી, ઈનામુહક, સુશીલ પાંડે, અતુલ તિવારી, આશિક હુસૈન, કન્નન અરુણાચલમ અને હરીશ ખન્ના મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.