સિનેપોલિસ અને ક્રેક્સનું ફર્સ્ટ એવર ફ્લેવર કોલેબોરેશન, ઇનોવેશન તરફ એક સાહસિક પગલું

ભારતના સિનેમા સ્નેક સીનમાં નવી હલચલ મચાવતાં, સિનેપોલિસ ઇન્ડિયાએ દેશના લોકપ્રિય અને આઇકોનિક સ્નેક્સ બ્રાન્ડ ક્રેક્સ સાથે પોતાનું પહેલું બ્રાન્ડ કોલેબોરેશન જાહેર કર્યું છે. આ નવીનતા અભિયાન અંતર્ગત બંને દિગ્ગજ મળીને એક અનોખો અને સાહસિક પૉપકોર્ન સ્વાદ લોન્ચ કરી રહ્યા છે – જેમાં ક્રેક્સ ચીઝબૉલ્સની યાદગાર મજા અને સિનેપોલિસ પૉપકોર્નનો સિનેમા-ટાઇમ જાદુ એકસાથે મળશે. આ લિમિટેડ એડિશન ફ્લેવર ટૂંક સમયમાં દેશભરના તમામ સિનેપોલિસ થિયેટર્સમાં ઉપલબ્ધ થશે.

લૉન્ચ અંગે સિનેપોલિસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દેવાંગ સંપત એ કહ્યું, “સિનેપોલિસમાં અમે હંમેશા અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા અને અપેક્ષા કરતાં આગળ વધવા પ્રયત્નશીલ રહીએ છીએ. ક્રેક્સ સાથેનું આ કોલેબોરેશન સ્વાદની નવી દિશામાં એક સાહસિક ઝંપલાવ છે. અમે ખૂબ ઉત્સાહિત છીએ કે એવા બ્રાન્ડ સાથે જોડાઈ રહ્યા છીએ જે મજા, નિડરતા અને બોલ્ડ નાસ્તાને અમારી જેમ જ સમજતું હોય.”

આ જ ઉત્સાહને આગળ વધારતાં ડીએફએમ ફૂડ્સના સીઇઓ વિપુલ પ્રકાશએ જણાવ્યું, “અમારા માટે આ એવો અવસર હતો કે જેમાં અમે અમારી ફ્લેવરને એક નવા માહોલમાં પહોંચાડી શકીએ. સિનેપોલિસ એ માટે એક પરફેક્ટ પ્લેટફોર્મ છે – મજેદાર અને પ્રયોગાત્મક કંઈક કરવાની તક. આ પ્રેક્ષકો સાથે જોડાવાનો નવો રસ્તો છે, જ્યાં આનંદ અને સ્વાદ સ્વાભાવિક રીતે સિનેમાના અંદર ભેગા થાય છે.”

આ સહકાર્ય સિનેપોલિસની ફૂડ એન્ડ બેવરેજ જર્નીમાં એક નવા અધ્યાયની શરૂઆત છે. આ પોપ-કલ્ચરથી પ્રેરિત, ઊર્જાભર્યા નાસ્તા તરફનો ફેરફાર દર્શાવે છે – જ્યાં દરેક બાઈટ એક સ્ટોરી કહે છે. ક્રેક્સ જેવો આત્મા અને બોલ્ડ સ્વાદ માટે જાણીતી બ્રાન્ડ સાથે જોડાઈને, સિનેપોલિસ માત્ર પૉપકોર્ન જ નહીં પરંતુ કન્શેશન કાઉન્ટરથી શરૂ થઈને તમારી સીટ સુધી પહોંચતો એક અનોખો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છે.