આરઆરકાબેલ એ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીઘરોને વીજપુરવઠો પૂરો પાડવા ફ્યુચર રેડી વાયરની સિરીઝ લોંચ કરી

સુરત ઓગસ્ટ 2025ભારતમાં વાયર અને કેબલની અગ્રણી ઉત્પાદક આરઆર કાબેલએ તાપમાનમાં થઈ રહેલ સતત વધારો અને ઈલેક્ટ્રિકલ લોડના વધવાની સ્થિતના આ સમયગાળામાં ભારતીય રહેઠાણો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને ધ્યાનમાં રાખી સંખ્યાબંધ નેક્સ્ટ-જનરેશન વાયર સોલ્યુશન્સ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા ઉત્પાદન ફ્લેમેક્સ એચઆર+એફઆર, સુપરેક્સ ગ્રીન એચઆર+એફઆર તથા ફાયરેક્સ એલએસઝીરોએચ-ઈબીએક્સએલ જેવી વિશેષતા સાથે વિવિધ એપ્લિકેશન્સમાં સર્વશ્રેષ્ઠ સુરક્ષા, પર્ફોમન્સ, તથા ટકાઉ સોલ્યુશન્સથી સજ્જ છે.

આરઆર કાબેલના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી રાજેશ કાબરાએ જણાવ્યું હતું કે, “જેમ જેમ ઘર સ્માર્ટ થઈ રહ્યા છે તથા ગ્લોબલ વોર્મિંગને લીધે તાપમાન વધી રહ્યું છે તેમ વાયરને પણ વિકસિત કરવાની જરૂર પડશે.અમારી આ નવી રેન્જ વર્તમાન સમયની માંગને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે તે ઉપરાંત આવતીકાલની એટલે કે ભવિષ્યના પડકારોને લઈ પૂર્વાનુમાન લગાવવા માટે પણ તૈયાર કરવામાં આવેલ છે, જેમાં ઊંચા તાપમાન તથા હેવિયર ઈલેક્ટ્રિકલ લોડથી લઈ વધુ સુરક્ષિત તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ સમાવેશ થાય છે.

ફ્લેમેક્સ એચઆર+એફઆર વાયર
વધારે પડતી ગરમીવાળા વાતાવરણમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે નિર્માણ પામેલ ફ્લેમેક્સ એચઆર+એફઆર વાયર 20 ટકા વધારે કરન્ટ-કેરિંગ કેપેસિટી પ્રદાન કરે છે અને 85 સેલ્સિયસ સુધીના તાપમાન પર સુરક્ષિત રીતે સંચાલિત હોય છે,જે નિયત માપદંડ એફઆર વાયરની તુલનામાં 15 સેલ્સિયસ તાપમાન વધારે છે. તે વધેલી સુરક્ષા માટે હિટ રેસિસ્ટન્સ (એચઆર) તથા ફ્લેમ રીટાર્ડન્ટ(એફઆર)ને જોડે છે, જ્યારે આ સ્થિતિ સાનુકૂળ છે અને સરળતાતી ઈન્સ્ટોલેશન કરી શકાય છે. ઉંદરરક્ષકઅનેઊધઈરક્ષક તેમની સ્થાયિત્વને વધારે છે, જેથી આ ઉપયોગિતા સ્થાનો જેવી ઉચ્ચ માંગવાળા ક્ષેત્રો માટે આદર્શ સમાધાન બની જાય છે, જ્યાં પર્ફોમન્સ અને સુરક્ષા અત્યંત મહત્વના બની જાય છે.

સુપરેક્સ ગ્રીન એચઆર+એફઆર વાયર
અત્યાધુનિક હિટ ગાર્ડ ટેકનોલોજીને કડક રીચ અને આરઓએચએસ અનુપાલન (245+જોખમી રસાયણોથી મુક્ત) સાથે એકીકૃત કરીને સુપરએક્સ ગ્રીન ભારતમાં કેટલીકજાગૃકતા સાથે તાલમેળ ધરાવતા વાયર પૈકીનું છે, જે સુરક્ષા અને સ્થિરતા માટે શ્રેષ્ઠ રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે. આ એચઆર+એફઆર વાયર85 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, જેને લીધે ઈલેક્ટ્રીકલ સેફ્ટી સાથે સાથે તાપમાન સંબંધિત સ્થિતિને સુનિશ્ચિત થાય છે.એડવાન્સ્ડ ક્લાસ 2 કન્ડક્ટર સાથે ડિઝાઈન કરવામાં આવેલ છે, તે વધારે સારી મીકેનિકલ ડ્યુરેબિલિટી અને એનર્જીને લગતા નુકસાનને ઘટાડી શકાય છે, જેથી આ ઉચા-લોડ એપ્લિકેશન તથઆ લોંગ-ટર્મ પર્ફોમન્સ માટે ખૂબ જ ઉપયુક્ત છે. સુપેરિયર કન્ડક્ટીવિટી માટે 100 ટકા પ્યોર ઈલેક્ટ્રોલિટીક કોપર સાથે સંચાલિત તેમાં લાંબા ગાળાના સ્થાયિત્વ માટે એન્ટી-પેસ્ટ પ્રોટેક્શન તથા એક ખાસ ગ્રીન પેકેજીંગ પણ છે, જે તેમની પર્યાવરણ સંબંધિત અનુકૂળ સ્થિતિને મજબૂત કરે છે.સુપરએક્સ ગ્રીન એક વાયર હોવા ઉપરાંત તે જવાબદાર નાગરિક દ્વારા એક યોગ્ય વિકલ્પ છે, જે પર્ફોમન્સ સાથે કોઈ જ પ્રકારની બાંધછોડ કર્યાં વગર સ્થિરતાને પ્રાથમિકતા આપે છે.

ફાયરેક્સ એલએસઝીરોએચ-ઈબીએક્સએલ વાયર
સૌથી વ્યાપક માંગને પૂરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ ફાયરેક્સ એલએસઝીરોએચ-ઈબીએક્સએલ વાયર પીવીસી વાયરના 2 ગણાઈલેક્ટ્રીકલ લોડ સહન કરે છે તથા મેલ્ટીંગ એટલે કે પિગળ્યા વગર 900 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરી શકે છે, કારણ કે તેની ઈલેક્ટ્રોન બીમ ક્રોસ-લિંકિંગ (ઈબીએક્સએલ) સુધી ટેકનોલોજી લો સ્મોક ઝીરો  હેલોજન (એલએસઝીરોએચ)ઈન્સ્ટોલેશન સાથે સંયુક્ત છે. આગ લાગવાના સંજોગોમાં તે ફક્ત નોન-ટોક્સિક, ટ્રાન્સપરન્ટ સ્મોક છોડે છે, જેથી સુરક્ષિત રીતે નિકળવામાં મહત્વની સહાયતા મળે છે. સરળ ઈન્સ્ટોલેશન માટે એડવાન્સ ફ્લેક્સિબલ કન્ડકટર ડિઝાઈન, 60થી વધારે વર્ષના લાઈફસ્પાન તથા ઉંદરરક્ષકઊધઈરક્ષક સાથે ફાયરેક્સ ખાસ સુરક્ષા તથા લાંબી આવરદાને પ્રદાન કરે છે. આદર્શ સમાધાન છે અને ઊંચી ઈમારતો, સ્માર્ટ ઘરો, હોસ્પિટલો, હોટેલ્સ તથા તમામ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફરજિયાત દિશા-નિર્દેશને પૂરા કરે છે, જ્યા પર્ફોમન્સ, સ્થાયિત્વ તથા આગ સામે સુરક્ષા સામે કોઈ જ પ્રકારની સમજૂતી કરી શકાય તેમ નથી.

સમગ્ર રેન્જમાં કોમન વેલ્યૂ પ્રમાણઃ

  • ઊંચી હિટ સામે સહન ક્ષમતા તથા ઈલેક્ટ્રીકલ લોડ માટે સંપૂર્ણ સજ્જ
  • 100 ટકા પ્યોર ઈલેક્ટ્રોલિટીક કોપર સાથે તૈયાર કરેલ
  • IS, REACH, ROHS, CE, CPR ધોરણો અને અનુપાલન પ્રમાણે પ્રમાણિત
  • ઉંદરરક્ષકઊધઈરક્ષક

આ રજૂઆત સાથે આરઆર કાબેલ ઈલેક્ટ્રિકલ ઈન્ડસ્ટ્રીઝમાં સુરક્ષા, ટકાઉપણા તથા પર્ફોમન્સને પુનઃવ્યાખ્યાયિત કરવા માટેની કટિબદ્ધતાને જાળવી રાખેલ છે.