બ્રહ્મ સ્વરાંજલી દ્વારા સંગીતમય કાર્યક્રમ “સંગીત સરિતા”નું આયોજન કરાયું

અમદાવાદ : બ્રહ્મ સ્વરાંજલીની સ્થાપક ડૉ. મિતાલી નાગની આગેવાની હેઠળ ભવ્ય સંગીતમય કાર્યક્રમ “સંગીત સરિતા”નું આયોજન કરવામાં આવ્યું. આ વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા કલાકાર જયકર ભોજક ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ ખાસ કરીને “બ્રહ્મ સ્વરાંજલી”ના 14માં વર્ષના એન્યુઅલ ડે નિમિત્તે આયોજિત કરાયો હતો. અમદાવાદમાં પ્રલ્હાદનગર ખાતે સ્થિત રિધમ- 2 ખાતે સૌ કોઈ સંગીતમય દુનિયામાં ખોવાયેલ હતા.

બ્રહ્મ સ્વરાંજલી સંસ્થાના 4 વર્ષથી લઈને 78 વર્ષના સ્ટુડેંટ્સ એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોકલ્સ, સિંગિંગ વગેરે પરફોર્મ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા. આ કાર્યક્રમમાં 100 સ્ટુડેંટ્સ સહીત 2આશરે 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમનું ધ્યેય ભારતીય સંગીતની સમૃદ્ધ પરંપરાને જનજન સુધી પહોંચાડવાનું અને નવી પેઢીને સંગીતની સાથે સંકળાવવાનું હતું . સંગીતપ્રેમીઓએ સુમધુર સંગીતરચનાઓનો આનંદ માણ્યો અને ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલની પ્રશંસા કરી.

ડૉ. મિતાલી નાગે જણાવ્યું કે “બ્રહ્મ સ્વરાંજલી દ્વારા સંગીતને સમર્પિત કાર્યક્રમોનું આયોજન કરવાનું હેતુ માત્ર મનોરંજન પૂરતું નથી, પરંતુ સમાજમાં સંગીતપ્રત્યેનો રસ જાગૃત કરવાનો છે. બ્રહ્મ સ્વરાંજલી ખાતે અમે સર્ટિફિકેટ કોર્સ પણ કરાવીએ છીએ કે જેથી લોકો સંગીત ક્ષેત્રે ઇચ્છુક કારકિર્દી મેળવી શકે.”

આ રીતે બ્રહ્મ સ્વરાંજલી દ્વારા આયોજિત “સંગીત સરિતા” કાર્યક્રમ સંગીતપ્રેમીઓ માટે અવિસ્મરણીય અનુભવ બની રહ્યો. સંગીત અને સંસ્કૃતિને સમર્પિત આવા કાર્યક્રમો ભવિષ્યમાં વધુ મોટા પાયે યોજાય તેવી સૌએ શુભેચ્છા વ્યક્ત કરી.