ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી – ધ મંડળી ગરબા 2025” ભવ્યતા, સંગીત અને ઉત્સાહ સાથે અમદાવાદમાં

અમદાવાદ, સપ્ટેમ્બર 2025: નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે. આ વર્ષે શહેરના સૌથી અવેઈટેડ ગરબા મહોત્સવોમાંનો એક, રાતલડી મંડળી ગરબા 2025”, ફરી એક વાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે. ઢોલના તાલ, શરણાઈના સૂરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનવાની છે.

આ વર્ષની ખાસ શરૂઆત 21 સપ્ટેમ્બરે પ્રિ-નવરાત્રીથી થશે, જ્યાં લોકપ્રિય ગાયક જિગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે.આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટિમ સાથે ઝાલા ઈવેન્ટ્સ ના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિતઃ રહ્યા હતા. જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે અને ગત વર્ષ કરતા કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

નવરાત્રી દરમિયાન 21 સપ્ટેમ્બર 2025 થી  1 ઓક્ટોબર ૨૦૨૫ સુધી અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે “રાતલડી – ધ મંડળી ગરબા”નું આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસ સુધી ચાલનારા આ ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમની ટીમ ઢોલના તાલે અને મોહક શરણાઈના સૂરે અવિરત ગરબાની રમઝટ બોલાવશે.

“રાતલડી – ધ મંડળી ગરબા” માત્ર એક ગરબા ઈવેન્ટ નથી, પણ સમુદાયિક અનુભવ છે, જે દરેકને કાયમી યાદો આપવાનું વચન આપે છે. મંડળીનો “દેશી તડકો” અને 50 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કલાકારોના સંગીતથી મહેન્દ્ર ફાર્મ અવિસ્મરણીય ગરબા નગરીમાં પરિવર્તિત થશે. ખાસ લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રીને અનોખી શાન આપશે.

ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે,“સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એકસાથે લાવવાનો અમારો જુસ્સો જ ‘રાતલડી’નું પ્રેરણાસ્ત્રોત છે. ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની છબિ દર્શાવતો આ ગરબા મહોત્સવ એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જે દરેક ગરબા રસિકને સૂરજની પહેલી કિરણ સુધી ઝૂમવા પ્રેરિત કરે.”

તેમના સંકલનથી આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ગરબા રસિકોની સુરક્ષા, આરામ અને આનંદને પ્રાથમિકતા આપીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંગીત, પરંપરા અને આધુનિકતાનો આ અનોખો મેળાવડો અમદાવાદની નવરાત્રીને એક નવી ઓળખ અપાવશે.