યોનેક્સ-સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ,  ઓગસ્ટ: બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંચાલન હેઠળ અને યોનેક્સ-સનરાઇઝના સહયોગથી આયોજિત *ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025* સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2025 સુધી *બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી* ખાતે યોજાઇ હતી અને રાજ્યભરના કુલ 448 ખેલાડીઓએ* ભાગ લીધો હતો.ચેમ્પિયનશિપમાં *અંડર 13, અંડર 15 અને અંડર 17* વય કેટેગરીમાં *સિંગલ્સ બોયઝ, સિંગલ્સ ગર્લ્સ અને મિક્સ ડબલ્સ* જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ. ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ તેમની પ્રતિભા સાથે આક્રમક રમત રજૂ કરી હતી.    

શ્રી જીતેન્દ્ર યાદવ**, ઓનર – બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે: “અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે ગુજરાતની યુવા પ્રતિભાઓને આ સ્તરનું પ્લેટફોર્મ આપી શક્યા. અમારી સ્પોર્ટ્સ એકેડેમી સતત ખેલાડીઓ માટે આધુનિક સુવિધાઓ અને તકનીકીનો ઉપયોગ કરે છે જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકે.”

આ ટુર્નામેન્ટે રાજ્યના યુવા બેડમિન્ટન ખેલાડીઓમાં ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના પેદા કરી છે. ઈવેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો, કોચિસ, પરિવારજનો અને રમતપ્રેમીઓએ હાજરી આપી હતી અને ટુર્નામેન્ટને વિશિષ્ટ સફળતા અપાવી હતી.