અમદાવાદમાં ‘બાયોયુગ ઓન વ્હીલ્સ’નું સફળ આયોજન – કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરફ જાગૃતિ

અમદાવાદ, 30 ઑગસ્ટ 2025: બાયો આધારિત ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે બાયોયુગ દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય સ્તરની પહેલ ‘બાયોયુગ ઓન વ્હીલ્સ’નું અમદાવાદમાં સફળ આયોજન થયું. CIPET અમદાવાદના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને પર્યાવરણપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ કાર્યક્રમમાં બાયો આધારિત ટેક્નોલોજીના ઇન્ટરેક્ટિવ પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, હેન્ડ્સ-ઓન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના મહત્વ પર જાગૃતિ લાવતો સેમિનાર પણ યોજાયો. આ અવસરે શેરડીમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક સહિત અનેક પર્યાવરણમૈત્રી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા, જે ઉપસ્થિતો માટે પ્રેરણાદાયી સાબિત થય

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ સમજાવ્યું કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, જે કુદરતી રીતે થોડા મહિનામાં તૂટી માટીમાં ભળી ખાતરનું સ્વરૂપ ધારણ કરે છે. તેમાં ઝેરી તત્વો નથી અને પર્યાવરણ, પશુ-પક્ષી અને દરિયાઈ જીવને નુકસાન પહોંચાડતું નથી. તેની બનાવટમાં મુખ્યત્વે PLA (પોલીલેક્ટિક એસિડ), PBAT અને સ્ટાર્ચ જેવા બાયો આધારિત ઘટકોનો ઉપયોગ થાય છે. આજની ઘડીએ સેન્ટ્રલ પલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા માન્યતા પ્રાપ્ત એકમાત્ર વિકલ્પ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક જ છે.

શ્રીમતી સ્વેતા સુર્યવંશી,બાયોયુગ ટીમ,બલરામપુર ચિની લિમિટેડ દ્વારા જણાવામાં આવ્યું કે, કંપનીસ્ટેબલ પીએલએ  આધારિત પ્લાસ્ટિક્સ પેકેજિંગ અંગેની અમારી વિચારસરણીમાં ક્રાંતિ લાવી રહ્યા છે. મકાઈ અને શેરડી જેવા નવીનીકૃત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત પીએલએ  કુદરતી રીતે પોષકતત્ત્વોથી ભરપૂર ખાતમાં વિઘટિત થઈ જાય છે—જે પાછળ કોઈ ઝેરી અવશેષ છોડતું નથી. આ એકમાત્ર સીપીસીબી મંજૂર વિકલ્પ છે, જે પરંપરાગત એક વખત વપરાતા પ્લાસ્ટિકનો સુરક્ષિત, પર્યાવરણમૈત્રી સોલ્યુશન ઉદ્યોગો અને ગ્રાહકો બંનેને પ્રદાન કરે છે. પીએલએ અપનાવીને, અમે માત્ર પ્રદૂષણ ઓછું કરી રહ્યા નથી—અમે ભારત માટે વધુ સ્વચ્છ અને હરિયાળું ભવિષ્યમાં રોકાણ કરી રહ્યા છીએ.”

આ પ્રસંગે શ્રી પ્રકાશ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર – વિઝન ઇન્ડસ્ટ્રીઝ તથા વાઇસ પ્રેસિડન્ટ – ACPI,એ જણાવ્યું કે “સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિકને ‘ના’ કહીને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અપનાવવું હવે સમયની માંગ છે. આ માત્ર પર્યાવરણ બચાવવાનો સાચો વિકલ્પ જ નથી, પરંતુ સ્વચ્છ અને લીલીછમ ભારત તરફ આગળ વધવાનું એક શક્તિશાળી પગલું છે.”

તેમજ શ્રી પરિતોષ દિવાસલી, ડિરેક્ટર – CIPET અમદાવાદ,એ કહ્યું કે “કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અને બાયો આધારિત ઇનોવેશન પર જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે. યુવાનો અને ઉદ્યોગ જગતને એક સાથે લાવવાથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રયત્નોને ગતિ મળશે.”

ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકીને પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે લેન્ડફિલ પ્રદૂષણ ઘટાડવામાં તથા કુદરતી સંપત્તિને જાળવવામાં મદદરૂપ છે.”

ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય (MoEFCC) દ્વારા જાહેર કરાયેલા નિયમ મુજબ હવે 120 માઇક્રોનથી ઓછી જાડીવાળી કેરી બેગ, પ્લાસ્ટિક ચમચી-કટલરી, લોલીપોપ સ્ટિક, સિગરેટ પેકેજિંગ અને પ્લાસ્ટિક લેમિનેટેડ પેપર કપ જેવા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદનો પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધનો હેતુ કન્વેન્શનલ પ્લાસ્ટિકને દૂર કરી પર્યાવરણમિત્ર વિકલ્પ અપનાવવાનો છે.

બાયોયુગ ઓન વ્હીલ્સ’ કાર્યક્રમથી સ્પષ્ટ સંદેશ મળ્યો કે – “સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિકને ‘ના’ કહો અને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અપનાવો.” આ પહેલ આપણા દેશને શુદ્ધ પર્યાવરણ, સ્વચ્છ નદીઓ અને લીલીછમ ધરતી આપવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.

સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિકને ‘ના’ કહો અને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અપનાવો”

  • કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક : પર્યાવરણ બચાવવાનો સાચો વિકલ્પ.

કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક શું છે?
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એ એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, જે કુદરતી રીતે થોડા મહિનામાં તૂટી જાય છે અને માટીમાં ભળી ખાતરનું રૂપ ધારણ કરે છે. તેમાં કોઈ ઝેરી તત્વ નથી અને પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી.

કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક કેમ જરૂરી છે?
આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય કન્વેન્શનલ પ્લાસ્ટિક વર્ષો સુધી તૂટતું નથી. તે લેન્ડફિલમાં એકઠું થઈને જમીન અને પાણી બંનેને પ્રદૂષિત કરે છે. પશુ-પક્ષી અને દરિયાઈ જીવો માટે પણ તે જીવલેણ સાબિત થાય છે.
જ્યારે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક કુદરતી રીતે વિઘટિત થઈને ખાતર બને છે. એથી જમીન વધુ ઉર્વર બને છે અને પ્રદૂષણ પણ ઘટે છે.

કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક કેવી રીતે બને છે? મુખ્ય કાચામાલ:
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક બનાવવા માટે મુખ્યત્વે કુદરતી સ્ત્રોતમાંથી મળતા બાયો-પોલિમરનો ઉપયોગ થાય છે.

  • પોલીલેક્ટિક એસિડ (PLA) – જે મકાઈ, ઈખ અને અન્ય સ્ટાર્ચવાળી ખેતીમાંથી બને છે.
  • PBAT (પોલીબ્યૂટાઈલિન એડિપેટ ટેરેફ્થાલેટ) – જે કમ્પોસ્ટેબિલિટી માટે મિશ્રણરૂપે વપરાય છે.
  • સ્ટાર્ચ અને બાયો-ફિલર – કુદરતી રીતે મળતા સ્ટાર્ચ જે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકને વધુ પર્યાવરણ-મૈત્રી બનાવે છે.

આ કાચામાલને આધુનિક મશીનરીમાં પ્રોસેસ કરીને ફિલ્મ, થેલી અને પેકેજિંગ જેવા અનેક ઉત્પાદનો બનાવવામાં આવે છે.

માન્યતા અને સર્ટિફિકેશન:
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક પેકેજિંગ મટિરિયલને સેન્ટ્રલ પલ્યુશન કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયા (CPCB) દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવે છે અને CIPET (Central Institute of Plastics Engineering & Technology) જેવી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા દ્વારા તેનું પરીક્ષણ થાય છે.
આજે સુધીમાં માત્ર કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક જ એકમાત્ર ઉત્પાદન છે, જે ભારત સરકારના સેન્ટ્રલ પલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મંજૂર થયેલું છે.

સરકારી પ્રતિબંધ – સિંગલ યુઝ પ્લાસ્ટિક:
ભારત સરકારના Ministry of Environment, Forest and Climate Change (MoEFCC) એ ગેઝેટ જાહેર કરીને અનેક સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં સમાવેશ થાય છે:

  • 120 માઇક્રોનથી ઓછી જાડીવાળી કેરી બેગ
  • પ્લાસ્ટિક ચમચી, કટલરી
  • લોલીપોપ સ્ટિક, સિગરેટ પેકેજિંગ
  • પ્લાસ્ટિક લેમિનેટેડ પેપર કપ

આ તમામ પર પ્રતિબંધનો હેતુ એ છે કે દેશમાંથી સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિક દૂર થાય અને પર્યાવરણમિત્ર વિકલ્પ અપનાવવામાં આવે.

લેન્ડફિલ પ્રદૂષણ અટકાવવાનો ઉકેલ:
દરરોજ લાખો ટન પ્લાસ્ટિક કચરો લેન્ડફિલમાં ફેંકાય છે. જો આપણે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અપનાવીએ, તો આ બધો કચરો માટીમાં ભળી જશે અને પર્યાવરણ પર ભાર ઓછો પડશે.

 “સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિકને ‘ના’ કહો અને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અપનાવો.

આપણી આવતી પેઢી માટે શુદ્ધ પર્યાવરણ, સ્વચ્છ નદીઓ અને લીલીછમ ધરતી છોડી જવું એ આપણું કર્તવ્ય છે.