જુલાઇ 2020 – ભારતની સૌથી ભરોસાપાત્ર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ દ્વારા નવા વાયરલેસ ચાર્જર સાથે યુવી સ્ટર્લાઇઝર લોન્ચ કરવામાં આવ્યા છે જેના ઉપયોગથી ઝડપથી તમારા ગેલેક્સી સ્માર્ટફોન, ગેલેક્સી બડ્સ અને સ્માર્ટ વૉચ વગેરે તમે ગમે ત્યાં હોવ ત્યાં માત્ર 10 મિનિટમાં જ જંતુરહિત કરી શકો છો.
સ્વતંત્ર સર્ટિફિકેશન સંસ્થાઓ ઇન્ટરટેક અને એસજીએસ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણો અનુસાર, યુવી સ્ટર્લાઇઝર ઇ.કોલી, સ્ટેફાઇલોકોકસ ઓરિયસ અને કેન્ડિડા એલ્બિકેન્સ સહિત 99% બેક્ટેરિયા અને જીવાણુંનો અસરકારક રીતે નાશ કરે છે.
યુવી સ્ટર્લાઇઝરનું ઉત્પાદન સેમસંગ મોબાઇલ ઍક્સેસરીઝ પાર્ટનરશીપ પ્રોગ્રામ (SMAPP)ના ભાગીદાર સેમસંગ સી&ટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને અલગ અલગ સાઇઝના ઉપકરણો માટે અનુકૂળ બેસે તે પ્રમાણે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેથી તમે આનો સૌથી વધુ ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સ સ્ટર્લાઇઝ કરી શકો છો.
સેમસંગ ઇન્ડિયાના મોબાઇલ બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મોહનદીપસિંહે જણાવ્યું હતું કે, “સેમસંગ ખાતે, અમે સતત એવા અર્થપૂર્ણ ઇનોવેશન તૈયાર કરવા માટે કામ કરીએ છીએ જે અમારા ગ્રાહકોનું જીવન વધુ સરળ બનાવી શકે. આજની દુનિયામાં, વ્યક્તિગત સ્વચ્છતા સૌથી વધુ મહત્વની બની ગઇ છે અને બેક્ટેરિયા તેમજ જંતુઓનો ફેલાવો રોકવામાં મદદરૂપ થવા માટે અમે વાયરલેસ ચાર્જિંગ સાથે નવું યુવી સ્ટર્લાઇઝર લોન્ચ કરી રહ્યાં છીએ. તમારી દૈનિક જીવન સાથે જોડાયેલી ચીજોને જંતુમુક્ત, સુરક્ષિત અને ડિસઇન્ફેક્ટેડ રાખવા માટે એકદમ યોગ્ય અને નાનું ઉપકરણ છે.”
યુવી સ્ટર્લાઇઝર– મોકળાશવાળું છતાં નાનું- આ યુવી સ્ટર્લાઇઝર પાતળી અને કોમ્પેક્ટ ડિઝાઇનમાં આવે છે જેને ગમે ત્યાં સરળતાથી લઇ જઇ શકાય છે. આ સ્ટર્લાઇઝેશન બોક્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી તેમાં આવશ્યક ચીજવસ્તુઓ અને ગેલેક્સી S20 અલ્ટ્રા, ગેલેકેસી નોટ 10+ જેવા મોટા તેમજ અન્ય સ્માર્ટફોન પણ ડિસઇન્ફેક્ટ કરી શકાય છે. આ બોક્સ બે UV લાઇટ્સ સાથે આવે છે જે તેની અંદર મુકવામાં આવેલી દરેક વસ્તુની ઉપર અને નીચેની એમ બંને સપાટી સ્ટર્લાઇઝ કરે છે.
માત્ર એક બટન દબાવીને સરળતાથી ઉપયોગમાં લઇ શકાય છે- યુવી સ્ટર્લાઇઝર માત્ર એક જ બટન દબાવવાથી ઉપયોગમાં લઇ શકાય છે જેનાથી આ ઉપકરણને ચાલુ અને બંધ કરી શકાય છે. આ ઉપકરણ આપોઆપ 10 મિનિટ પછી બંધ થઇ જાય છે જેથી યુઝર કોઇપણ ચિંતા વગર પોતાની ચીજવસ્તુઓ સેનિટાઇઝ કરી શકે છે. યુવી સ્ટર્લાઇઝર 10W વાયરલેસ ચાર્જર સાથે આવે છે જે તમારા ગેલેક્સી સ્માર્ટફોન, ગેલેક્સી બડ્સ અથવા અન્ય ઉપકરણો પણ ચાર્જ કરી શકે છે અને સેનિટાઇઝેશન થઇ ગયા પછી પણ તેનું ચાર્જિંગ ચાલુ રહે છે જેથી જ્યારે તમે તમારું ઉપકરણ ઉપાડી લો ત્યારે તે ચોક્કસપણે ડિસઇન્ફેક્ટ થયું, ચાર્જ થયેલું અને ઉપયોગ માટે તૈયાર હોય છે. Qi કોમ્પિટિબલ વાયરલેસ ચાર્જિંગથી સજ્જ કોઇપણ ઉપકરણને આમાં ચાર્જ કરી શકાય છે.
કિંમત અને ઉપલબ્ધતા- સેમસંગના UV સ્ટર્લાઇઝરની કિંમત INR 3,599/- છે અને તમામ રિટેઇલ ચેનલ્સ તેમજ સેમસંગ શોપના સત્તાવાર ઑનલાઇન સ્ટોર (https://shop.samsung.com) પર ઑગસ્ટ 2020ના પ્રારંભથી ઉપલબ્ધ થઇ જશે.
મુખ્ય વિવરણો
કેટેગરી | UV સ્ટર્લાઇઝર |
સ્ટર્લાઇઝેશન ટાઇમ | 10 મિનિટ |
સર્ટિફિકેશન | WPC(Qi), CE, CB, FCC, KC |
ચાર્જિંગ | 10W વાયરલેસ ચાર્જિંગ |
બહારનું માપ | 22.8 x 13.3 x 4.95 mm |
અંદરનું માપ | 19.6 x 9.6 x 3.3 mm (S20 Ultra, Note10+ સ્ટોર થઇ શકે છે) |
વજન | 369 g |
Samsung Newsroom Link: https://news.samsung.com/in/samsung-launches-uv-sterilizer-with-wireless-charging-to-keep-your-smartphones-and-accessories-clean-and-protected-priced-at-inr-3599