ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોમાં છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી રોજના એક હજારથી વધુ કેસો થઇ રહ્યા છે. તેવા સંજોગોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી ટકોર કરી હતી કે, ગુજરાત બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારવી જોઇએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતના સીએમ સહિત 10 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના સીએમ રૂપાણી સહિત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશના સીએમ સામેલ હતા. આ ચર્ચામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ટેસ્ટિંગની સંખ્યા વધીને દરરોજ 7 લાખ સુધી પહોંચી ગઇ છે અને સતત વધારો પણ થઈ રહ્યો છે. આ સંક્રમણને ઓળખવા અને રોકવા માટે જે મદદ મળી રહી છે, આજે આપણે જોઇ રહ્યાં છે.
ગુજરાતના સીએમ સહિત 10 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વડાપ્રધાને વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના સીએમ રૂપાણી સહિત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન સામેલ હતા