આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહ સુધી પડે તેવી સંપૂર્ણ શક્યતા : હવામાન વિભાગ
રાજયમાં આગામી 16મી અને 17મી ઓગષ્ટના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી ગાંધીનગરમાં યોજોયેલી વેધર વૉચ ગ્રૃપની બેઠકમાં જણાવવમાં આવ્યુ હતુ.
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર મંગળવારે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજયમાં અત્યાર સુધી તા.૧૧ ઓગષ્ટ સુધીમાં ૪૮૧.૩૯ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૫૭.૯૩% ટકા જેટલો થાય છે.
હવામાન વિભાગ IMDના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં લો-પ્રેશર બની રહ્યુ છે. ઉ૫રાંત એક સાયકલોનીક સકર્યુલેશન પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન વિસ્તાર ૫ર હોઇ આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉ૫રાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ આગામી સપ્તાહમાં ૫ણ લંબાવવાની પૂર્ણ શકયતા છે. તા.૧૬ અને ૧૭ ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે.
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.૧૦ ઓગષ્ટ સુધીમાં અંદાજીત ૭૮.૦૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૭૧.૩૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૧.૯૦% વાવેતર થવા પામ્યું છે.
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી ૧૧૯.૪૭ મીટર છે તેમજ ૧,૭૧,૦૦૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૧૯% છે. તેમજ ૭,૫૨૨ કયુસેક પાણીની આવક થઈ છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ સંગ્રહ ૫૫.૭૫% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૬૯ જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-૧૧ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર ૮ જળાશય છે.