ઉચ્ચ શિક્ષણ કોન્ક્લેવને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 3થી 4 વર્ષની સઘન ચર્ચાવિચારણા પછી અને લાખો સૂચનો પર મનોમંથન કર્યા પછી મંજૂર થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર સ્વસ્થ ચર્ચા અને વિચારણા થઈ રહી છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ એક તરફ, રાષ્ટ્રીય મૂલ્યો અને રાષ્ટ્રીય લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, તો બીજી તરફ આપણી યુવા પેઢીને ભવિષ્યના પડકારો ઝીલવા સક્ષમ બનાવવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નીતિ નવા ભારતનું, 21મી સદીના ભારતનો પાયો નાંખશે. ભારતને મજબૂત કરવા માટે, એને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવા તથા ભારતના નાગરિકોને વધારે સક્ષમ બનાવવા યુવા પેઢીને શિક્ષિત અને કુશળ બનાવવાની જરૂર છે, જેથી તેઓ મહત્તમ સંખ્યામાં તકો ઝડપી શકે.વર્ષોથી આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ફેરફાર થયો નહોતો, જેના પગલે લોકોની પ્રાથમિકતા અને માનસિકતા નબળી પડી ગઈ હતી. આપણા દેશના લોકો ડૉક્ટર, એન્જિનીયર કે વકીલ બનવા પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. તેમણે ઉમેર્યું હતું કે, રસ, ક્ષમતા અને માગ – આ ત્રણ બાબતો પર શિક્ષણ વ્યવસ્થાએ ધ્યાન આપ્યું જ નહોતું.પ્રધાનમંત્રીએ પ્રશ્ર ઉઠાવ્યો હતો કે, જ્યાં સુધી આપણા શિક્ષણમાં રસ જાગ્રત નહીં થાય, શિક્ષણની ફિલોસોફી, શિક્ષણનો ઉદ્દેશ લોકોને નહીં સમજાય, ત્યાં સુધી મહત્ત્વપૂર્ણ વિવિધ વિષયોમાં રચનાત્મક ચિંતન અને નવીન વિચારસરણી કેવી રીતે વિકસી શકે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુરુ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ પરના વિચારોનું પ્રતિબિંબ પણ છે, જેનો ઉદ્દેશ આપણા જીવન અને સહઅસ્તિત્વ ધરાવતા અન્ય તમામ જીવો વચ્ચે સંવાદિતતા સ્થાપિત કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ અભિગમ જરૂરી હતો, જેમાંથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સફળતાપૂર્વક બની છે.
વડાપ્રધાને ઉમેર્યુ હતું કે, ભારતની શિક્ષણ વ્યવસ્થાને સમયની સાથે પરિવર્તન કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, અભ્યાસક્રમનું 5 + 3 + 3 + 4નું નવું માળખું એ દિશામાં ઉચિત પગલું છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે સુનિશ્ચિત કરવું પડશે કે, આપણા વિદ્યાર્થીઓ વૈશ્વિક નાગરિકો બને અને સાથે-સાથે પોતાના મૂળિયા સાથે જોડાયેલા પણ રહે. 4.0pt;line-h4_���