આ સુવિધા ગ્રાહકોના એપ્લિકેશન માટેના અનુભવને વ્યાપક પ્રમાણમાં સરળ બનાવશે અને તેમને એરટેલની આકર્ષક ડિજિટલ સેવાઓની પૂર્ણ સંભાવનાઓને અનલૉક કરવામાં મદદ કરશે
અમદાવાદ, 2020:નવીન ડિજિટલ દરમિયાનગીરી મારફત ગ્રાહકોના પ્રવાસને વધુ સરળ બનાવવાના તેના મિશનના ભાગરૂપે ભારતી એરટેલ (એરટેલ)એ આજે પ્રી-પેઈડ ગ્રાહકો માટે એરટેલ થેન્ક્સ એપ પર {X ભાષા} સપોર્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સુવિધા એન્ડ્રોઈડ પર લાઈવ છે અને ટૂંક સમયમાં આઈઓએસ ઉપર પણ ઉપલબ્ધ બનશે.
સ્માર્ટફોનનો પ્રસાર વધવાની સાથે ખાસ કરીને નાના શહેરો અને ગામડાઓમાં ગ્રાહકો પ્રાદેશિક ભાષામાં ઓનલાઈન સુવિધા તરફ નજર દોડાવતા હોય છે. એરટેલ થેન્ક્સ એપ પર આ નવી સુવિધા લોકો વધુ અપનાવશે તેમજ ભાષાના અવરોધો દૂર કરીને એરટેલ ગ્રાહકો માટે યુઝર અનુભવ વધુ સરળ બનશે અને એરટેલ સાથે વાતચીત કરવામાં તેઓ વધુ અનુકૂળતા અનુભવશે.
એરટેલ થેન્ક્સ એપ એરટેલની બધી જ સેવાઓ માટેનો એક ડિજિટલ ગેટવે છે. તે ગ્રાહક એઆરપીયુ પર આધારિત કસ્ટમાઈઝ્ડ ઈન્ટરફેસ – સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ સાથે આવે છે. આ એપ એરટેલ સ્માર્ટફોન ગ્રાહકોને ડિજિટલ સેલ્ફ કેર એક્સેસની મંજૂરી આપે છે. જેથી ગ્રાહકો રીચાર્જ અને બીલની ચૂકવણી કરી શકે છે તેમજ રીયલ ટાઈમ ડેટા વપરાશ તથા બેલેન્સની વિગતો ચકાસી શકે છે. ગ્રાહકો એપ મારફત માત્ર કેટલીક ક્લિકથી લોગ સર્વિસ સંબંધિત સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકે છે. આ એપ એરટેલની ડિજિટલ મનોરંજન લાઈબ્રેરીના પ્રીવ્યુ સાથે ડિજિટલ પેમેન્ટ્સ અને નાણાકીય સેવાઓની પણ સુવિધા આપે છે.
એરટેલના ચીફ પ્રોડક્ટ ઓફિસર આદર્શ નાયરે જણાવ્યું હતું કે, ‘એરટેલ ગ્રાહકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા અને ડિજિટલ ટેક્નોલોજી મારફત તેમના અનુભવને વધુ સારો બનાવવા હંમેશા ઉત્સુક હોય છે. ભારત એક સ્માર્ટફોન રાષ્ટ્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે ત્યારે એરટેલ થેન્ક્સ એપના 35 ટકા જેટલા યુઝર્સ ટાયર 2/3 શહેરો અને ગ્રામીણ બજારોમાંથી આવે છે. વ્યાપક સ્તર પર પ્રાદેશિક ભાષાઓની સહાય સાથે એરટેલ થેન્ક્સ એપ આ ગ્રાહકો માટે વધુ સુસંગત અને વપરાશ માટે સુલભ બની છે અને તેમને એરટેલની આકર્ષક ડિજિટલ સેવાઓની બધી જ સંભાવનાઓને અનલૉક કરવા સક્ષમ બનાવે છે.’
એરટેલ પ્રી-પેઈડ મોબાઈલ ગ્રાહકો હવે અનેક ભારતીય ભાષાઓમાં એરટેલ થેન્ક્સ એપનો અનુભવ માણી શકશે. આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી, તેલુગુ, બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ અને પંજાબીનો સમાવેશ થાય છે. આગામી સપ્તાહોમાં કન્નડ, આસામી અને ઓડિયા સહિતની કેટલીક અન્ય પ્રાદેશિક ભાષાઓ માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે.
એરટેલ થેન્ક્સ એપ એરટેલની ઈન-હાઉસ એન્જિનિયરિંગ ટીમ દ્વારા ડિઝાઈન કરવામાં અને વિકસાવવામાં આવી છે.