કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાર્ટીના કેટલાક નેતાઓને તેમણે અધ્યક્ષ પદ છોડવાની સાથે નવા અધ્યક્ષની નિમણુક કરવાની વાત કરી છે. સોમવારે યોજાનારી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાઇ શકે છે.
કોંગ્રેસના સુત્રોએ જણાવ્યુ હતુ સોનિયા ગાંધી પોતાના તરફથી પાર્ટીના કેટલાક નેતાઓને જણાવ્યુ છે કે હવે તેઓ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ નથી રહેવા માંગતા. સોમવારે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં તેઓ આ વાત કરી શકે છે.
આ અગાઉ કેટલાક નેતાઓ ગાંધી પરિવારથી પણ ઉપરવટ વિચારવું જોઇએ તેવા મત વ્યકત કર્યો હતો. તો ઘણા નેતાઓ એવા છે જે માંગ કરી રહ્યા છે કે સોનિયા ગાંધી પોતાનો આ નિર્ણય પરત લે અને અધ્યક્ષ પદ સંભાળે, જ્યાં સુધી નવા અધ્યક્ષની નિમણુક કરવામાં ન આવે.
��Ȅ�