કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાની મહામારી વચ્ચે વિશેષ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને થર્મલ ગન જેવી વસ્તુઓ ચૂંટણી સમયે આવશ્યક રહેશે. ચૂંટણીની કામગીરી બાબતે ટ્રેનિંગ ઓનલાઇન સૂચન કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચે ઉમેદવારો ઓનલાઇન ફોર્મ મેળવી શકશે, તેમજ એફિડેવિટ પણ ઓનલાઇન કરીને ડિપોઝીટ પણ ઓનલાઇન જમા કરી શકશે.તેવી જાગવાઇઓ કરી છે.
કોરોનાને લઇ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં વધુ જણાવવામાં આવ્યું કે, કેન્ડીડેટ ઓનલાઇન ફોર્મ મેળવી શકશે, તેમજ એફિડેવિટ અને ડિપોઝીટ પણ ઓનલાઇન કરી શકશે. ઉમેદવાર બે વ્યક્તિની સાથે જ ફોર્મ ભરી શકશે. 2 વાહન સાથે જ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા જઇ શકશે. એક પોલિંગ બુથ પર 15ની જગ્યાએ 1000 મતદારો મતદાન કરી શકશે. ચૂંટણીના આગળના દિવસે સમગ્ર સ્થળ સેનિટાઇઝર કરવાનું રહશે. જ્યારે ઉમેદવાર સહિત 5 વ્યક્તિ જ ડોર 2 ડોર પ્રચાર કરી શકશે.
કોરોનાને કારણે વિશેષ કીટ આપવામાં આવશે. રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં સોશિયિલ ડિસ્ટન્સ જળવા તે માટે મોટી ઓફિસ રાખવાની સૂચના અપાઇ છે. તેમજ EVM અને વિવિપેટની વહેંચણી મોટા હોલમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોવિડની કામગીરી માટે બેઠક દીઠ હેલ્થના નોડલ ઓફિસર નિમૂણ કરવા પર સૂચના આપવામાં આવી છે.
સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહી થાય તો કાર્યવાહી કરવામાં આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ શકશે. જાહેર જગ્યા પર સભા માટેની જગ્યા સુવિધા એપ્લિકેશન દ્વારા આપવામાં આવશે. સભા ભરવા માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.