જમ્મુ-કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર પદેથી તાજેતરમાં જ રાજીનામું આપનાર ગીરીશચંદ્ર મુર્મુએ દેશના ક્રોમ્ટોલર ઓડિટર જનરલ-નિયંત્રણ તેમજ મહાલેખા પરિક્ષક સીએજી (કેગ)નો કાર્યભાર સંભાળી લીધો છે.
જીસી મુર્મુને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં સીએજી પદની ગોપનીયતાનાં શપથ લેવડાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે મુર્મુ પહેલા સીએજીનો કાર્યભાર રાજય મહર્ષિનાં હાથમાં હતો.મહર્ષિ 1978 ની બેચના રાજસ્થાન કેડરનાં આઈએએસ અધિકારી છે. જયારે મુર્મુ 1985 ની બેચના આઈએએસ અધિકારી છે.તેમના સ્થાને હાલામં જ જમ્મુ-કાશ્મીરમાં નવા ઉપરાજયપાલ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજસિંહ નિયુકત થયા છે.
ગિરિશચંદ્ર મુર્મુ 1985 બેચના ગુજરાત કેડરના આઇએસએસ ઓફિસર છે.જમ્મુ-કશ્મીર અને લદાખ એમ બે કેન્દ્ર શાશિત પ્રદેશ જાહેર કરાયા તે સમયે તેમણે જમ્મુ-કશ્મીરના પ્રથમ લેફટનન્ટ ગવર્નર-એલજી બનાવાયા હતા.