• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ગુજરાતમાં હવે દુબઇ-સિંગાપોર જેવી 70માળની ગગનચુંબી ઇમારતો જોવા મળશે.

by NewsAasPaas
in Mix
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં હવે દુબઇ-સિંગાપોર જેવી 70માળની ગગનચુંબી ઇમારતો  જોવા મળશે.

અમદાવાદ-વડોદરા-સુરત- રાજકોટ-ગાંધીનગર મહાનગરોમાં હવે ૭૦ થી વધુ માળની – આભને આંબતી ઇમારતો-બિલ્ડીંગ્સ બનાવી શકાશે

રાજયમાં હાલમાં 22થી 23 માળના ઉંચી ઇમારત બાંધવાની મંજુરી હતી, જો કે હવે રાજયમાં આગામી વર્ષોમાં સિગાપોર કે દુબઇ જેવા 70 માળની ઉચી ઇમારત સ્કાય સ્ક્રેપર્સ-ટોલ આઇકોનિક બિલ્ડીંગ મકાનો આગામી વર્ષોમાં જોવા મળશે.અમદાવાદ સહિત પાંચ મોટા શહેરોમાં આવા ઉંચા-ગગનચુંબી ઇમારતો સ્થાપવાની દિશામાં સરકારની લીલીઝંડી રાજયના રિયલ એસ્ટેટ સેકટરને પણ વેગ આપશે.

                રાજ્યના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વ કક્ષાના શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય રાજય સરકારે કર્યો છે.              રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું એક આગવું કદમ ઉઠાવ્યું છે. રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો અનુસાર વધુમાં વધુ રર-ર૩ માળના ઊંચા મકાનોના સ્થાને હવે ૭૦ થી વધુ માળની ઇમારતો, આઇકોનિક સ્ટ્રકચર્સના નિર્માણનો માર્ગ મુખ્યમંત્રીએ મોકળો કરી આપ્યો છે.

 રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગરોના સર્વગ્રાહી વિકાસના ઉદ્દેશ્યથી ચાર વર્ષના શાસન સમય દરમ્યાન ટી.પી., ડી.પી.ની મંજૂરીના બેવડા શતક અંતર્ગત ર૦૦થી વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરેલી છે.        રાજ્યના આ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી કરવાના હેતુસર રાજ્યમાં હાલ અમલી સીજીડીસીઆર-ર૦૧૭માં ટોલ બિલ્ડીંગ્સ-ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે.

, અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર શહેરોનો રાજ્યના વિકાસ અને જીડીપીમાં સિંહફાળો છે.      એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે. શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે.

જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે.

                વિકાસલક્ષી અભિગમથી મુખ્યમંત્રીએ ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે.         આવા મકાનો માટે મુંબઇ, દિલ્હી વિગેરે શહેરોના નિયમોનો અભ્યાસ કર્યા બાદ નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સ્ટ્રકચર સેફટી, ફાયર સેફટી, ટેકનિકલ આસ્પેકટ્સ મંજૂરી માટે મુંબઇની જેમ સ્પેશિયલ ટેકનિકલ કમિટી વગેરેની તમામ જોગવાઇઓ સૂચવવામાં આવી છે. રાજ્યમાં શહેરી વિસ્તારમાં થઇ રહેલા. હાલના વિકાસને ધ્યાને લેતાં આવી હાઇરાઇઝ ઇમારતો ગુજરાતમાં પણ બને તે માટે રાજ્ય સરકારે છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ કક્ષાએ ઘણી બેઠકોમાં ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણયને આખરી ઓપ આપ્યો છે.

                 રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે, જેમાં મહત્વની કેટલીક જોગવાઇઓ આ પ્રકારે રાખવામાં આવી છે.        ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) ૧:૯ કે વધુ હોય તેને લાગુ થશે. આ જોગવાઇ D1 કેટેગરીના સત્તામંડળો જેમ કે AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે.

સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. ૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે. ૧૦૦ થી ૧૫૦ મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર રહેશે.

૧૫૦ મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટર રહેશે.      મહત્તમ FSI પ.૪ મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર – ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે. રહેણાંક – વાણિજ્યક – રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ -વપરાશ મળવાપાત્ર થશે. પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે. વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે.

NewsAasPaas

NewsAasPaas

Next Post
ડ્રીમ ઇલેવન છે, હવે આઈપીએલ સ્પોન્સર, રૂ.222 કરોડની બોલી લગાવી

ડ્રીમ ઇલેવન છે, હવે આઈપીએલ સ્પોન્સર, રૂ.222 કરોડની બોલી લગાવી

Recommended

રાધે ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં “પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ”નું આયોજન કરાયું

રાધે ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં “પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ”નું આયોજન કરાયું

1 year ago
ક્રિપ્ટોટેક ઉદ્યોગ 2030 સુધીમાં ભારતમાં 184 અબજ ડોલરનું આર્થિક મૂલ્ય સંવર્ધ કરી શકેઃ નાસકોમનો રિપોર્ટ

ક્રિપ્ટોટેક ઉદ્યોગ 2030 સુધીમાં ભારતમાં 184 અબજ ડોલરનું આર્થિક મૂલ્ય સંવર્ધ કરી શકેઃ નાસકોમનો રિપોર્ટ

4 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.