જાણિતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું અમેરિકામાં નિધન થયું છે. તેમનો જન્મ 28 ફેબ્રુઆરી 1930ના રોજ થયો હતો. આ મ્યુઝીક લિજેન્ડ અને ક્લાસિક વોકલીસ્ટને દેશના તમામ અગ્રણી નાગરિકો સાથે સંગીત પ્રેમીઓએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. 2006માં લઘુગ્રહને પંડિત જસરાજ નામ પણ અપાયુ હતુ.
પંડિત જસરાજએ ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકોમાંથી એક હતા. પંડિત જસરાજનો સંબંધ મેવાતી ખાનદાન સાથે રહ્યો છે. પંડિત જસરાજ જ્યારે વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પંડિત મોતીરામનું નિધન થયું હતું અને તેમનું પાલન પોષલ મોટાભાઇ પંડિત મણિરામે કર્યું હતું. હરિયાણાના હિસાર સાથે નાતો ધરાવનાર પંડિત જસરાજે જાણિતા ફિલ્મ નિર્દેશક વી શાંતારામની પુત્રી મધુરા શાંતારામ સાથે લગ્ન કર્યા હતા. મધુરા સાથે તેમની મુલાકાત 1960માં થઇ હતી.
તેમણે 14 વર્ષની ઉંમરમાં ગાયકના રૂપમાં તાલિમ શરૂ કરી. 22 વર્ષની ઉંમરમાં તેમણે ગાયકના રૂપમાં પોતાનો પ્રથમ સ્ટેજ કન્સર્ટ કર્યો. શાસ્ત્રી સંગીતના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન બદલ તેમને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ એ 11 નવેમ્બર 2006ના રોજ શોધેલા હીન ગ્રહ 2006 VP32 ને પંડિત જસરાજના સન્માનમાં ‘પંડિત જસરાજ નામ આપ્યું હતું. પંડિત જસરાજે સંગીતની દુનિયામાં 80 વર્ષથી વધુ સમય વિતાવ્યો અને ઘણા મોટા એવોર્ડ પ્રાપ્ત કર્યા. શાસ્ત્રી અને અર્ધ-શાસ્ત્રીય સ્વરોના તેમના પ્રદર્શનોને આલ્બમ અને ફિલ્મ સાઉન્ડટ્રેકના રૂપમાં પણ બનાવવામાં આવ્યા છે. જસરાજે ભારત, કેનેડા અને અમેરિકામાં સંગીત શિખવાડ્યું છે. �