74મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ જણાવ્યુ હતુ કે, સ્વાધીનતાના ગૌરવને મહસૂસ કરવાનો દિવસ છે. સ્વાધીન ભારતના પાયા પર જ આધુનિક ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. સૌભાગ્યશાળી છું કે મહાત્મા ગાંધી આપણા માર્ગ દર્શક હતા.કોરોનાના યોદ્ધાઓએ દિવસ રાત કામ કર્યું. દુર્ભાગ્યવશ કોરોના સામે લડતાં કોરોના યોદ્ધાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. રાષ્ટ્ર તે તમામ ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્વાસ્થ્ય કર્મીઓનો ઋણી છે જે કોરોના વાયરસ વિરૂદ્ધ આ લડાઇમાં પ્રથમ હરૉળના યોદ્ધા રહ્યા છે. સીમાઓની રક્ષા કરતાં આપણાઅ બહાદુર જવાનોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. ભારત માતાના તે સપૂત, રાષ્ટ્ર ગૌરવ માટે જીવ્યા અને તેના માટે મરી ગયા. આખો દેશ ગલવાન ઘાટીના બલિદાનીઓને નમન કરે છે. દરેક ભારતવાસીના હદયમાં તેમના પરિવારના સભ્યો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ છે.
આજે જ્યારે વિશ્વ સમુદાયના સમક્ષ આવેલા સૌથી મોટા પડકારો સામે એકજુટ થઇને સંઘર્ષ કરવાની જરૂર છે, ત્યારે પડોશીઓએ પોતાની વિસ્તારવાદી ગતિવિધિઓને ચાલાકીથી અંજામ આપવાનું દુસ્સાહસ કર્યું. -વર્ષ 2020માં આપણે બધાને ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવા મળ્યા છે. એક અદ્વશ્ય વાયરસે આ ભ્રમ તોડી દીધો છે કે પ્રકૃતિ મનુષ્યના આધીન છે. કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા છે. ખેડૂત કોઇપણ મુશ્કેલી વિના દેશમાં ગમે ત્યાં, પોતાની ઉપજ વેચીને તેનું અધિકતમ મૂલ્ય પ્રાપ્ત કરી શકે છે. ખેડૂતોને નિયામક પ્રતિબંધોથી મુક્ત કરવા માટે ‘આવશ્યકતા વસ્તુ અધિનિયમ’માં ફેરફાર કરવામાં આવ્યા છે. તેનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે. �fSs