દેશભરમાં કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા છે, ત્યારે હવે તમામ રાજયોમાં ટેસ્ટીંગ પર વધુ ભાર મુકવામાં આવી રહ્યુ છે, જેને પગલે દેશમાં એક દિવસના ટેસ્ટીંગના નતમામ રેકોર્ડ બુધવારે જન્માષ્ટમીએ તુટયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7,33,449 એક દિવસીય પરીક્ષણો કરવામાં આવ્યા છે.
અસરકારક નિયંત્રણની વ્યૂહરચનાના સફળ અમલીકરણ, સઘન અને વ્યાપક પરીક્ષણ અને ક્લિનિકલ મેનેજમેન્ટની સાથે સ્ટાન્ડર્ડ દેખરેખના પ્રોટોકોલ અભિગમના પરિણામે છેલ્લા 24 કલાકમાં એક દિવસમાં સૌથી વધુ 56,110 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ.
કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સંકલિત પ્રયાસોના પરિણામે સાજા થવાના દર સતત વધારો થઈ રહ્યો છે. જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી એક દિવસમાં સરેરાશ સાજા થયેલા કેસની સંખ્યા 15000 હતી, જે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં 50000થી વધારે થઈ ગઈ છે.
વધુ દર્દીઓ સ્વસ્થ થતાં અને હોસ્પિટલો અને હોમ આઇસોલેશન (હળવા અને મધ્યમ કેસના કિસ્સામાં) માંથી રજા મળવાના કારણે કુલ સજા થયેલા દર્દીઓની સંખ્યા 16 લાખના આંકડાને પાર કરી 16,39,599 થઈ ગઈ છે. સાજા થવાનો દર 70.38% ની બીજી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.
દેશમાં વાસ્તવિક કેસ ભારણ એ સક્રિય કેસ 6,43,948) છે જે કુલ પોઝિટિવ કેસના માત્ર 27.64% છે. તે તમામ દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ છે. સજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત અને નિરંતર વૃદ્ધિ સાથે, સજા થયેલા દર્દીઓ અને સક્રિય કોવિડ-19 કેસો વચ્ચેનું અંતર લગભગ 10 લાખ પર પહોંચી ગયું છે.