આગામી વર્ષે 2021માં રાજયમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં નવા રોકાણો આકર્ષવા અને ચીન જેવા દેશોમાંથી ભારતમાં આવવા માંગતા ઉદ્યોગોને ગુજરાતમાં લાવવાના આશયથી નવી ઉદ્યોગ નીતિ રાજય સરકારે જાહેર કરીછે. રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે 7 ઓગષ્ટના રોજ પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે નવી ઉદ્યોગ નિતી જાહેર કરી હતી.તેમાં એસજીએસટીના વળતરને ડિ લીંક કરવાનો મોટો નિર્ણય કર્યો છે અને ગુજરાત સરકાર નવા સ્થપાનારા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે
નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત કરતા રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, જ્યારથી GST લાગૂ કરવામાં આવ્યો ત્યારથી નેટ SGST પ્રમાણે વળતર આપવામાં આવતું હતું, હવે નવી ઉદ્યોગ પોલિસીમાં SGSTના વળતરોને ડિ-લિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. હવે મોટા ઉદ્યોગોને ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(FCI)ના 12 ટકાના ધોરણે રોકડ રકમ અપાશે. એક અહેવાલ પ્રમાણે દેશના 43 ટકા ફંડેડ સ્ટાર્ટ-અપ્સ માત્ર અમદાવાદમાાં છે. જેના કારણે ગુજરાત દેશનું મહત્ત્વપૂર્ણ હબ બની ગયું છે. સ્ટાર્ટ-અપ્સને સમર્થન આપવા માટે હવે સીડ સપોર્ટ રૂ. રૂ.૨૦ લાખથી વધારીને રૂ.૩૦ લાખ સુધીનો કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય જાહેરાત પણ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. જમીનની કિંમત વધુ હોય છે તેવા સંજોગોમાં જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. રૂ. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં રૂ. ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે. આ ઉપરાંત નવા રોકાણકારોને લોન લેવામા પણ સરકાર મદદ કરશે. નાના અને મધ્યમ ઉદ્યોગોને ૨૫ ટકા સુધીની લોન સબસીડી મળવા પાત્ર રહેશે
- વ્યાજ સબસીડીમાં સાત વર્ષના સમયગાળા સુધી 7 ટકા સુધી ૩૫ લાખ સુધી સબસીડી આપવામાં આવશે.
- ઈલેક્ટ્રિક સિટી ડ્યુટી છૂટ આપવામાં આવશે.
- નાના અને મધ્યમ ઉદ્યોગો સૂર્ય ઊર્જાનું ઉત્પાદન કરીને ઉપયોગ કરશે, તો તેમને વધારાની સહાય પણ ચૂકવાશે. સૂર્ય ઉર્જા વધારાનું ઉત્પાદન સવા બે રૂપિયા લેખે સરકાર ખરીદે છે.
- ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે
- મૂડીરોકાણના ૨૫ ટકા સુધીની સહાય કરવામાં આવશે. 30 કરોડ સુધીનું સપોર્ટ કે સરકાર કરશે.
- નવી પોલિસીમાં તાલીમ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિગત તાલીમ લેનાર વ્યક્તિને 15000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે
- સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે
- આદિવાસી તાલુકાઓમાં સ્પેશિયલ રાહત આપવાની જાહેરાત નવી પોલીસમાં સમાવેશ કરવામાં આવ્યો છે