રાજયમાં કોરોનાના પોઝીટીવ કેસોમાં બુધવારે વધુ 1197 કેસનો ઉમેરો થયો હતો. અને તેની સાથે રાજયમાં કોરોના પોઝીટીવ કુલ કેસોની સંખ્યા 90,139 પહોંચી ગઇ છે.
આજે રાજ્યમાં કુલ 77,949 ટેસ્ટ ક૨વામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 119.21 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 19,69.24 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે. બુધવારે 1,047 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં હાલમાં 14884 એક્ટિવ કેસ છે, જે પૈકીના 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 14,987 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 90,139ને પાર થયો છે.
અત્યાર સુધીમાં કુલ 72,308દર્દીઓ સાજા થયેલ છે અને સાજા થવાનો દર રાજ્યનો 80.22% થયો છે. જ્યારે આજે વધુ 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, રાજકોટ2, વડોદરામાં 2, દાહોદમાં 1, ગીરસોમનાથમાં 1 દર્દી મળીને કુલ 17 દર્દીનાં મૃત્યુ થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં 2947 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. જયારે 71,308 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 14884 એક્ટિવ કેસ છે, જે પૈકીના 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 14,987 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 90,139ને પાર થયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સુરતમાં 248, અમદાવાદમાં 163, વડોદરામાં 124, જામનગરમાં 88, રાજકોટમાં 99, અમરેલીમાં 34, પંચમહાલમાં 31, ભરૂચમાં 29, ભાવનગરમાં 27, કચ્છમાં 24, બનાસકાંઠામાં 23, ગાંધીનગરમાં 43 કેસ નોંધાયા છે મહેસાણા-પાટણમાં 21-21, દાહોદમાં 19, ભાવનગર જિલ્લામાં 18, મોરબીમાં 17, ગીરસોમનાથમાં 16, જૂનાગઢમાં 29, ખેડામાં 14, નર્મદા-પોરબંદરમાં 12-12, દેવભૂમિ દ્વારકામાં 11, મહીસાગરમાં 10, જામનગરમાં 9, આણંદ, છોટાઉદેપુર, તાપીમાં 8-8, નવસારી-સુરેન્દ્રનગરમાં 7-7, બોટાદ-સાબરકાંઠામાં 6-6, અરવલ્લીમાં 2, ડાંગમાં 1 મળીને કુલ 1197 કેસ નોંધાયા છે.