રાજ્યમાં 10મી ઑગસ્ટે સોમવારે કોરોના વાયરસના 1056 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1138 દર્દીઓ સાજા થતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના કારણે 20 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 72,120ને પાર પહોંચી ગયો છે.