રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોમાં રોજના હજારથી વધુ કેસો નોંઘાઇ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ સામે આવ્યા છે.તેની સાથે કુલ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 75 હજારને પાર થઇ ગઇ છે.રાજયમાં છેલ્લા બે દિવસમાં કોરોના અંગેના ટેસ્ટમાં પણ મોટેપાયે વધારો જોવા મળી રહ્યો છે.
રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાને લીધે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સારવાર બાદ છેલ્લા 24 કલાકમાં વધુ 1046 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 482 થઈ છે. તો મૃત્યુઆંક વધીને 2733 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 58 હજાર 439 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 181 કેસ નોંધાયા છે. તો અમદાવાદ શહેરમાં 143, વડોદરા શહેરમાં 87, સુરત ગ્રામ્યમાં 70, રાજકોટ શહેરમાં 63, જામનગર શહેરમાં 36, અમરેલીમાં 33, રાજકોટ ગ્રામ્ય 32, ગીર સોમનાથ 29, ભાવનગર જિલ્લામાં 40, દાહોદ અને મોરબીમાં 25-25 અમદાવાદ ગ્રામ્ય અને પંચમહાલમાં 23-23, કચ્છ અને વડોદરા ગ્રામ્યમાં 22-22, મહેસાણામાં 20 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 50,817 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે એક રેકોર્ડ છે. ગઈકાલે પણ 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં પ્રતિ દિવસ એક મિલિયનની વસ્તીએ 781.80 ટેસ્ટ થઈ રહ્યાં છે.