રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસો સતત વધી રહ્યા છે. શુક્રવારે રાજયમાં વધુ 1074 કોરાના પોઝીટીવ કેસો નોંધાયા હતા. રાજયમાં આજે 22 દર્દીઓના મૃત્યુ થયા હતાતેની સાથે રાજયમાં કુલ 2606 લોકોનાં મોત નિપજ્યા છે. અને શુક્રવારે 1370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં કુલ 26591 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,30,373 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1069 દર્દી નોંધાયા છે. અન્ય રાજ્યનાં 5 દર્દી એમ કુલ 1074 નોંધાયા છે.
આજે 22 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 5, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 5, મોરબી 2, વડોદરા કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વલસાડના 1 નો સમાવેશ થાય છે. આ પ્રકારે 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,84,571 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,83,251 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
જ્યારે 1320 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 14587 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 14501 લોકો સ્ટેબલ છે.