રાજ્યમાં કોરોનાના એક હજારથી વધુ કેસ રોજે રોજ ઉમેરો થઇ રહ્યો છે. શનિવારે રાજયમાં 1101 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતા. તો 1135 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 26272 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 404.18 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,56,645 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1101 દર્દી નોંધાયા છે.
રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર,
રાજ્યમાં હાલ 14530 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14448 લોકો સ્ટેબલ છે. 52827 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2629 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 23 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 6, અમદાવાદ કોર્પોરેશન 5, સુરત 4, જુનાગઢ 2, કચ્છ 2, વડોદરા કોર્પોરેશનનાં 2, અમરેલી 1 અને ગાંધીનગર કોર્પોરેશનનો 1નો સમાવેશ થાય છે. આ પ્રકારે 23 લોકોનાં મોત નિપજ્યાં છે.