ગુજરાતમાં દર બે વર્ષે રોકાણ આકર્ષવા યોજાતા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ હવે 2021માં યોજાવાની છે. જો કે તેની નિયત તારીખ જાન્યુઆરી 2021માં હોય છે,તે સંદર્ભે હાસમાં કોરોનાના કારણે આગામી જાન્યુઆરીમાં મોટી ઇવેન્ટ યોજાવીની શકયતા ખુબ ઓછી છે. અને આ અંગે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, હજુ આગામી દિવસોની સ્થિતી જોઇને નિર્ણય કરવામાં આવશે.
ગુજરાત સરકારે આજે નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 ની જાહેરાત કરી છે. જાહેરાત દરમિયાન મુખ્યમંત્રી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત- ના આયોજનને લઈને સુચક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત 2021 હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે તે સમયે નિર્ણય લેવાશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ચીનમાથી ગુજરાતમાં તેમાન યુનિટ સ્થાપવા માંગતી કંપનીઓને આમંત્રણ આપ્યું છે. દરેક દેશો સાથે બેઠકો કરીને તેઓને આમઁત્રણ આપ્યું છે. જાપાન સાથે ચાર બેઠકો કરી છે. કોરોનાકાળમાં ચીનમાંથી બહાર જતી કંપનીઓને તથા અન્ય દેશોને પણ ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ અપાયું છે. સરકાર ગુજરાત અને કેન્દ્ર સરકારના સહયોગથી વધુને વધુ કંપનીઓ રોજગારી આપે જાહેરાત કરીએ છીએ.