વાહક જન્ય રોગો માટે સંવેદનશીલ જિલ્લાઓની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરતા રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યુ હતુ કે, રાજયમા વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.
વાહક જન્ય રોગો માટે રાજયને સંવેદનશીલ જિલ્લાઓની સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરતા કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યુ હતું કે, રાજયના આરોગ્ય વિભાગના સમયબધ્ધ આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે સફળતા પણ મળે છે. હાલમાં રાજ્યમાં વાહક જન્ય રોગો માટે સંવેદનશીલ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, ગોધરા દાહોદ અને અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન નો સમાવેશ થાય છે.
તેમણે કહ્યુ કે, સંવેદનશીલ તમામ જિલ્લાઓમાં પોરાનાશક કામગીરી તથા સર્વેલન્સ કામગીરી વધુ સઘન કરવા માટે સૂચનાઓ આપીને ચોમાસાને લઈને ફાળવવામાં આવેલ વે વેક્ટર કંટ્રોલ ટીમ, જંતુનાશક દવાના છંટકાવ અને લાંબા ગાળાની દવાયુક્ત મચ્છરદાની ના વિતરણ ની કામગીરીન પણ સમીક્ષા કરી હતી.
અધિક નિયામક જાહેર આરોગ્ય દ્વારા તમામ જિલ્લાઓને ભારપૂર્વક જણાવ્યું કે તમામ institution ની મુલાકાત લઈ અને તેમાં એક નોડલ વ્યક્તિ પસંદ કરવા અને તેઓને પોરાનાશક કામગીરી અંગે માહિતગાર કરવા તથા તેઓશ્રી દ્વારા અઠવાડિક રિપોર્ટિંગ જિલ્લાના અધિકારીશ્રીઓને કરવામાં આવે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં અનુરોધ કર્યો હતો.